Breaking news: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ફરી એકવાર લથડી, સંસદમાંથી રાહુલ ગાંધી લઈને રવાના

|

Feb 07, 2023 | 2:24 PM

લોકસભાની કામગીરી પહેલા સોનિયા ગાંધીની ફરી એકવાર તબિયત લથડી છે.

Breaking news: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ફરી એકવાર લથડી, સંસદમાંથી રાહુલ ગાંધી લઈને રવાના
Sonia Gandhi (file)

Follow us on

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ફરી એકવાર બગડી છે. સંસદમાં સોનિયા ગાંધીની તબિયત લથડી હોવાની માહિતી મળી રહી છે. જે બાદ સોનિયા ગાંધીને રાહુલ ગાંધી સસંદમાંથી ઘરે લઈ ગયા છે. જ્યાં તેઓની સારવાર હાથ ધરવામાં આવશે. લોકસભાની કામગીરી પહેલા સોનિયા ગાંધીની ફરી એકવાર તબિયત લથડી છે.

સોનિયા ગાંધીએ ગરમ જેકેટ પહેર્યું હતું, ત્યારે સંસદમાં અચાનક બેચેની અનુભવવા લાગ્યા હતા . જે બાદ રાહુલ ગાંધી તેમને ઘર તરફ લઈ જવા રવાના થઈ ગયા હતા.  મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી આજે સંસદમાં બોલવાના હતા પણ માતાની તબિયત અચાનક ખરાબ થઈ જતા તેઓ તેમને સંસદમાંથી ઘરે લઈ જવા નીકળી ગયા છે. ત્યારે રાહુલ સોનિયા ગાંધીને ઘરે ડ્રોપ કરી પાછા આવીને લોકસભામાં બોલશે.

આ પહેલા યુપીએ અધ્યક્ષ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં બીમાર પડ્યા હતા. શ્વસન ચેપને કારણે તેમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલના બોર્ડ ઑફ મેનેજમેન્ટના અધ્યક્ષ ડૉ. અજય સ્વરૂપે જણાવ્યું હતું કે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી કે જેઓ વાયરલ શ્વસનને લગતા ચેપ માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ હતા. તે સમયે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર હતા. માતા સોનિયા ગાંધીની તબિયત નાદુરસ્ત હોવાની માહિતી મળતા જ તેઓ યાત્રા અધવચ્ચે છોડીને દિલ્હી પહોંચ્યા હતા.

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો
Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 1:10 pm, Tue, 7 February 23

Next Article