Assam Election: ભાજપના નેતાની ગાડીમાં મળ્યા EVM, ચૂંટણી પંચે 4 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

|

Apr 02, 2021 | 2:01 PM

ગુરુવારે મતદાન થયા બાદ કરીમગંજ જિલ્લામાં ભાજપના ઉમેદવારની કારમાં ઇવીએમ મશીન મળી આવ્યાનો આરોપ લાગ્યો હતો. ત્યાર બાદ હિંસા ફેલાઇ હતી.

Assam Election: ભાજપના નેતાની ગાડીમાં મળ્યા EVM, ચૂંટણી પંચે 4 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ
ભાજપના નેતાની કારમાંથી મળ્યા EVM

Follow us on

આસામમાં બીજા તબક્કાના મતદાન બાદ ભાજપના નેતાની કારમાં ઇવીએમ લઇ જવાના આરોપ લાગ્યા હતા. આ બાદ ચૂંટણી પંચે 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ અધિકારીઓમાંથી એક પ્રિસાઇડિંગ ઓફિસર પણ છે. ખરેખર વાત એમ છે કે, ગુરુવારે મતદાન થયા બાદ કરીમગંજ જિલ્લામાં ભાજપના ઉમેદવારની કારમાં ઇવીએમ મશીન મળી આવ્યાનો આરોપ લાગ્યો હતો. ત્યાર બાદ હિંસા ફેલાઇ હતી. એટલું જ નહીં, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ ઘણાં ટ્વીટ કર્યા હતા, ચૂંટણી પંચને આ મામલે નિર્ણાયક પગલાં લેવાની માંગ કરી હતી. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચૂંટણી પંચની કારમાં ખામી હોવાને કારણે મતદાન એજન્ટોએ ભાજપના નેતાની કારમાંથી લિફ્ટ લીધી હતી.

ચૂંટણી પંચે કહ્યું છે કે તપાસમાં તમામ ઇવીએમ સંપૂર્ણ સલામત મળી આવ્યા છે. તેનું સીલ તૂટ્યું નથી. કમિશને જણાવ્યું છે કે બીયુ, સીયુ અને વીવીપીએટી સહિત ઇવીએમ સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહિત છે. આ બાદ પણ, સાવચેતી તરીકે, રતાબરી વિધાનસભા બેઠકના પોલિંગ સ્ટેશન ઇન્દિરા એમ.વી. શાળાના મતદાન મથક નંબર 149 પર ફરીથી મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર મામલે વિશેષ સુપરવાઈઝર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. હકીકતમાં, ગુરુવારે સાંજે એક ગુવાહાટી સ્થિત પત્રકારે ભાજપના નેતાની કારમાં ઇવીએમ મળી આવ્યાનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો. એટલું જ નહીં, ઇવીએમ મળી આવતા કારને ટોળાએ ઘેરી લીધી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

અચાનક કાર ખરાબ થતા ભાજપના નેતાની ગાડીમાં લિફ્ટ લીધાની વાત

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કારિમગંજ જિલ્લાની રતાબારી વિધાનસભા બેઠક પર મતદાન બાદ મતદાન ટીમ ઈવીએમ લઇ જઈ રહી હતી. તે સમયે તેમની કાર ખરાબ થઇ ગઈ હતી. મતદાન ટીમ સ્ટ્રોંગ રૂમમાં જઈ રહી હતી. કાર ખારબ થયા બાદ ટીમે ચૂંટણીપંચ પાસે બીજી કારની માંગ કરી હતી. મતદાન અધિકારીઓને બીજી કારની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં તેઓએ ભાજપના નેતાની કારમાંથી લિફ્ટ લીધી હતી.

50 થી વધુ લોકોના ટોળાએ ભાજપના નેતાની કાર પર હુમલો કર્યો

ગુરુવારે રાત્રે જ્યારે એક કારમાં ઇ.વી.એમ. મળતા 50 થી વધુ લોકોના ટોળા દ્વારા પથ્થરમારો થયો હોવાની જાણ થતાં આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ હુમલામાં કારનો કાચ તૂટી ગયો હતો. આ કાર કરીમગંજ જિલ્લાની પાથરકંડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ક્રિષ્નેન્દુ પૌલ સાથે જોડાયેલી હતી. જોકે, અત્યાર સુધી ભાજપ નેતા તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.

 

 

આ પણ વાંચો: Puducherry Election: BJP પર પ્રચાર માટે આધારના ઉપયોગનો આરોપ, મદ્રાસ HCએ ECને યાદ કરાવી જવાબદારી

Next Article