ચૂંટણીપંચે કાયદાપ્રધાનને કરી દરખાસ્ત, ચૂંટણી સોગંધનામામાં ખોટી માહિતી રજૂ કરવા પર થાય બે વર્ષની સજા

|

Jun 08, 2021 | 7:57 PM

મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) સુશીલ ચંદ્રા (Sushil Chandra)એ કહ્યું કે  બીજી દરખાસ્ત મતદારયાદીને આધાર સાથે જોડવાની છે.

ચૂંટણીપંચે કાયદાપ્રધાનને કરી દરખાસ્ત, ચૂંટણી સોગંધનામામાં ખોટી માહિતી રજૂ કરવા પર થાય બે વર્ષની સજા
FILE PHOTO : Chief Election Commissioner

Follow us on

મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) સુશીલ ચંદ્રા (Sushil Chandra)એ કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ (Ravishankar Prasad) ને એક પત્ર લખીને ચૂંટણીના સોગંદનામા (Election affidavit)માં ઉમેદવારો દ્વારા ખોટી માહિતી આપવા બદલ બે વર્ષની જેલની જોગવાઈ સહિતના અનેક ચૂંટણી સુધારાને લગતી દરખાસ્તો ઝડપથી કરવા તાકીદ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું, “મેં કાયદા પ્રધાનને પત્ર લખ્યો છે કે આ દરખાસ્તો તુરંત ધ્યાનમાં લેવી જોઈએ અને આશા છે કે ટૂંક સમયમાં મંત્રાલય દ્વારા આ અંગે વિચારણા કરવામાં આવશે.” આ સાથે જ ચૂંટણીપંચ (Election Commission) એ એવી પણ દરખાસ્ત કરી છે કે પેઈડ ન્યૂઝને જન પ્રતિનિધિત્વ કાયદા (Laws of public representation) હેઠળ ગુનો બનાવવો જોઈએ.

ખોટી માહિતી બદલ બે વર્ષની સજા થાય
ચૂંટણીપંચ (Election Commission) એ સૂચવેલા ચૂંટણી સુધારામાંની એક મુખ્ય દરખાસ્ત ચૂંટણીના સોગંદનામા (Election affidavit)માં ખોટી માહિતી આપવા બદલ જેલની મુદત છ મહિનાથી વધારીને બે વર્ષ કરવાની જોગવાઈને લગતી છે. બે વર્ષ કેદની સજા થવાથી સંબંધિત ઉમેદવાર પર ચૂંટણીમાં લડવા છ વર્ષ સુધીનો પ્રતિબંધ લાગુ કરવામાં આવે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું છે કે, હાલમાં છ મહિનાની જેલની જોગવાઈ છે જે કોઈને પણ ગેરલાયક ઠેરવશે નહીં.

સાયલેન્ટ પીરીયડમાં જાહેરાતો પર પ્રતિબંધ લાગુ કરવામાં આવે
ચૂંટણીપંચ (Election Commission) એ એવી પણ દરખાસ્ત કરી છે કે પેઈડ ન્યૂઝને જન પ્રતિનિધિત્વ કાયદા (Laws of public representation) હેઠળ ગુનો બનાવવો જોઈએ અને આ માટેની જોગવાઈઓ થવી જોઈએ. મુખ્ય ચૂંટણી કમિશનરે યાદ કરાવ્યું કે પંચે ચૂંટણી પ્રચાર પૂરો થવાના અને મતદાનના દિવસની વચ્ચેના ‘સાયલેન્ટ પીરીયડ’ દરમિયાન સમાચારપત્રો (Newspapers) માં રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેથી મતદારો પ્રભાવિત ન થાય અને ખુલ્લા મનથી તેમના મતાધિકારનો ઉપયોગ કરે. આ પગલા માટે જન પ્રતિનિધિત્વ અધિનિયમમાં સુધારાની જરૂર રહેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મતદાન પહેલા સમાચારપત્રોમાં જાહેરાત પર પ્રતિબંધની દરખાસ્ત
મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) સુશીલ ચંદ્રા (Sushil Chandra)એ કહ્યું કે મતદાનના 48 કલાક પહેલા પ્રચાર સંબંધિત કાયદામાં ફેરફાર સૂચવવા માટે રચાયેલી સમિતિએ ભલામણ કરી હતી કે મતદાનના દિવસે સમાચારપત્રોમાં જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવે. હાલમાં, ઇલેક્ટ્રોનિક મીડિયાને મતદાન પૂર્ણ થયાના 48 કલાક પહેલા પ્રચાર સામગ્રી બતાવવા પર પ્રતિબંધ છે. પરંતુ સમિતિએ ભલામણ કરી છે કે સમાચારપત્રો પર પણ આ પ્રતિબંધ લાગુ કરવામાં આવે.

ચૂંટણીકાર્ડને આધાર સાથે જોડવામાં આવે
મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) સુશીલ ચંદ્રા (Sushil Chandra)એ કહ્યું કે  બીજી દરખાસ્ત મતદારયાદીને આધાર સાથે જોડવાની છે. જેથી મતદારયાદીમાં નામ એક કરતા વધારે જગ્યાએ રોકી શકાય. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે તાજેતરમાં લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું હતું કે ચૂંટણીપંચની દરખાસ્ત સરકારની વિચારણા હેઠળ છે અને આ માટે ચૂંટણીના કાયદામાં સુધારો કરવો પડશે.

Next Article