કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી, દાઉદના નામે આવ્યા ત્રણ ફોન

કેન્દ્રીય પરિવહન મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. દાઉદના નામે ત્રણ કોલ આવ્યા છે. નાગપુર ઓફિસના લેન્ડલાઈન નંબર પર ફોન કરીને ધમકીઓ આપવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી, દાઉદના નામે આવ્યા ત્રણ ફોન
Nitin Gadkari
| Updated on: Jan 14, 2023 | 2:27 PM

કેન્દ્રીય પરિવહન મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગડકરીની નાગપુર ઓફિસમાં ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. નાગપુરમાં કેન્દ્રીય મંત્રીના જનસંપર્ક કાર્યાલયના લેન્ડલાઈન નંબર પર ત્રણ વખત ધમકીભર્યા કોલ આવ્યા છે. દાઉદના નામે ધમકીઓ આપવામાં આવી છે. સૂત્રોના હવાલાથી 100 કરોડની રકમ માંગવામાં આવી હોવાનું જાણવા મળે છે. પૈસા ન આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકીનો ફોન આવતા જ ગડકરીની નાગપુર ઓફિસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સવારથી ત્રણ વખત ધમકીભર્યા કોલ આવ્યા છે.

આજે (14 જાન્યુઆરી, શનિવાર) સવારથી ત્રણ વખત ધમકીભર્યા કોલ આવ્યા છે. માહિતી મળતાની સાથે જ નાગપુર પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને તપાસ શરૂ કરી છે. નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જનસંપર્ક કાર્યાલયની બહાર ચાર ફોન નંબર પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ નંબરો પર સવારથી ત્રણ વખત ફોન આવ્યા છે.

સ્થાનિક પોલીસ ઉપરાંત એટીએસની ટીમ ગડકરીની ઓફિસે પહોંચી હતી

સ્થાનિક પોલીસની ટીમ ઉપરાંત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ની ટીમ પણ કેન્દ્રીય મંત્રીની નાગપુર ઓફિસ પહોંચી ગઈ છે. કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 26 જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ)ના અવસર પર આતંકવાદીઓ દ્વારા આવી નાપાક પ્રવૃત્તિઓને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

પહેલો કૉલ 11.29 વાગ્યે આવ્યો, બીજો કૉલ 11.35 વાગ્યે અને ત્રીજો કૉલ 12.32 વાગ્યે આવ્યો

આજે સવારથી જ નીતિન ગડકરીના નાગપુરમાં જનસંપર્ક કાર્યાલયમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ ફોન આવ્યા છે. પહેલો કોલ ગઈ કાલે સવારે 11.29 વાગ્યે આવ્યો હતો, બીજો કૉલ સવારે 11.35 વાગ્યે આવ્યો હતો અને ત્રીજો કૉલ 12.32 વાગ્યે આવ્યો હતો.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 2:07 pm, Sat, 14 January 23