બાંગ્લાદેશ બોર્ડર પરથી ઝડપાયેલા ચીની જાસુસે બે વર્ષમાં 1300 ભારતીય Sim Card ચીનમાં મોકલ્યા

|

Jun 11, 2021 | 10:02 PM

ઉત્તરપ્રદેશ પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) ની ચાર સભ્યોની ટીમે ચીની જાસુસ (Chinese Spy) ની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં આ ચીની જાસુસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

બાંગ્લાદેશ બોર્ડર પરથી ઝડપાયેલા ચીની જાસુસે બે વર્ષમાં 1300 ભારતીય Sim Card ચીનમાં મોકલ્યા

Follow us on

પશ્ચિમ બંગાળના માલદા વિસ્તારમાં ગઈકાલે 10 જૂને BSF ના જવાનોએ એક ચીની જાસુસ(Chinese Spy) ને ઝડપ્યો છે. પૂછપરછ દરમિયાન તેણે સંતોષકારક જવાબો આપ્યા ન હતા ત્યારે તુરંત જ સંબંધિત એજન્સીઓ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. એજન્સીઓ તેની પૂછપરછ કરી જેમાં આ ચીની જાસુસે 1,300 ભારતીય સિમકાર્ડ (1300 Indian Sim Cards) સહીતના ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

ઉત્તરપ્રદેશ ATS એ કરી પૂછપરછ
ઉત્તર પ્રદેશ પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) ની ચાર સભ્યોની ટીમ શુક્રવારે સવારે પશ્ચિમ બંગાળના માલદામાં આરોપીની પૂછપરછ કરવા અને કેસ સંભાળવા માટે પહોંચી હતી. આ ચાર સભ્યોની ટીમે ચીની જાસુસ (Chinese Spy) ની પૂછપરછ કરી હતી.

 

1300 ભારતીય સીમકાર્ડ ચીન મોકલ્યા
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા ધરપકડ કરાયેલા એક ચીની જાસુસે (Chinese Spy) ગુરુવારે પૂછપરછ દરમિયાન અધિકારીઓને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં તેણે ઓછામાં ઓછા 1,300 ભારતીય સિમકાર્ડ (1300 Indian Sim Cards ) ચીનમાં મોકલ્યાં છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ચીનના હુબેઈનો રહેવાસી
ચીની જાસુસ (Chinese Spy) એ પોતાનું નામ હાન જુનવે આપ્યું છે અને પોતે ચીનના હુબેઇનો રહેસાવી હોવાનું જણાવ્યું છે. પૂછપરછ દરમિયાન અને તેના પાસપોર્ટના આધારે માહિતી મળી છે કે કે તે 2 જૂને બીઝનેસ વિઝા પર બાંગ્લાદેશના ઢાંકાપહોંચ્યો હતો અને ત્યાં એક ચીની મિત્ર સાથે રહ્યો હતો.

ચીની ઘુસણખોરે જણાવ્યું કે આ પહેલા પણ તે ચાર વખત ભારત આવી ચૂક્યો છે. તે 2010 માં હૈદરાબાદ અને 2019 પછી ત્રણ વખત દિલ્હી અને ગુરુગ્રામ આવ્યો હતો. તેણે કહ્યું કે તેના બિઝનેસ પાર્ટનરને લખનૌ ATS એ પકડ્યો હતો. તેણે આ માહિતી BSF ને આપી છે.

ઘુસણખોર પાસેથી મળ્યો હતો જાસુસીનો સામાન
10 જૂને BSF એ કહ્યું હતું કે તેની સામે નોંધાયેલા કેસને કારણે ચીની જાસુસ (Chinese Spy) ને ચીનમાં ભારતીય વિઝા મળ્યા નહોતા. તેને ભારત આવવા માટે બાંગ્લાદેશ અને નેપાળથી વિઝા મળ્યા હતા. તેની પાસેથી મળેલા ઇલેક્ટ્રોનિક સાધનોમાં ઘણા તથ્યો સામે આવ્યાં છે, તે ભારતમાં ચીની ગુપ્તચર એજન્સી માટે કામ કરતો હતો.

આ ઘુસણખોર પાસેથી એક ચાઇનીઝ પાસપોર્ટ, એક એપલ લેપટોપ, 02 આઇફોન મોબાઇલ, 01 બાંગ્લાદેશી સિમ, 01 ભારતીય સિમ, 02 ચાઇનીઝ સિમ, 2 પેન ડ્રાઇવ, 03 બેટરી, બે નાની મશાલ, 05 મની ટ્રાન્ઝેક્શન મશીનો, 02 એટીએમ કાર્ડ અને સાથે અમેરિકા, બાંગ્લાદેશ અને ભારતનું ચલણ મળી આવ્યું છે.

Next Article