અરૂણાચલ પ્રદેશનો મોદીએ પ્રવાસ શું કર્યો ચીનને મરચાં લાગ્યા, ચીનની આપત્તિઓ પર કેન્દ્રએ આપ્યો ‘જવાબ’  

|

Feb 09, 2019 | 11:55 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વીય ભારતના પ્રવાસ પર છે ત્યારે ચીને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરૂણાચલ પ્રદેશના પ્રવાસ સામે વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે, ભારતીય નેતૃત્વએ એવા કોઈ પણ પગલાં ન ભરવા જોઇએ જેનાથી બંને દેશોની સરહદ પર કોઈ પણ વિવાદ ઊભો થાય. બીજી તરફ ભારતે ચીનના વિરોધ પર સ્પષ્ટતા કરી છે કે અરૂણાચલ પ્રદેશ ભારતનો […]

અરૂણાચલ પ્રદેશનો મોદીએ પ્રવાસ શું કર્યો ચીનને મરચાં લાગ્યા, ચીનની આપત્તિઓ પર કેન્દ્રએ આપ્યો જવાબ  

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વીય ભારતના પ્રવાસ પર છે ત્યારે ચીને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરૂણાચલ પ્રદેશના પ્રવાસ સામે વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે, ભારતીય નેતૃત્વએ એવા કોઈ પણ પગલાં ન ભરવા જોઇએ જેનાથી બંને દેશોની સરહદ પર કોઈ પણ વિવાદ ઊભો થાય. બીજી તરફ ભારતે ચીનના વિરોધ પર સ્પષ્ટતા કરી છે કે અરૂણાચલ પ્રદેશ ભારતનો જ અભિન્ન અંગે છે.

વડાપ્રધાન મોદીએ શનિવારે અરૂણાચલ પ્રદેશમાં રૂ. 4000 કરોડથી વધુ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિ પૂજન કર્યું છે. મોદીએ કહ્યું કે, તેમની સરકાર દેશની સીમાએ આવેલા રાજ્યોની સાથે ક્નેક્ટિવિટી સુધારવા માટે ઘણાં પ્રયત્ન કરી રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, અરૂણાચલ પ્રદેશમાં હાઈવે, રેલવે અને એરવેથી લઈ વીજળીની સુવિધાને મહત્વ આપી રહ્યું છે.

આ તરફ ચીનને વડાપ્રધાન મોદીના અરૂણાચલ પ્રદેશના પ્રવાસ સામે વાંધો પડ્યો છે. ચીનના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, ચીન-ભારત સરહદને લઈને ચીન પોતાની સ્પષ્ટતા કરી ચુક્યું છે. ચીનની સરકારે ક્યારેય અરૂણાચલ પ્રદેશને માન્યતા આપી નથી. જેમાં ભારતીય નેતાઓએ ચીન-ભારતના પણ પૂર્વ ભાગનો પ્રવાસ કરે તેનો વિરોધ કરીશું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ચીનની દલીલ પર ભારતે વળતો જવાબ આપ્યો છે અને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અરૂણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. જ્યાં ભારતીય નેતાઓ સમય સમય પર પ્રવાસ કરતાં રહ્યા છે. અરૂણાચલ પ્રદેશમાં પ્રવાસ માટે પણ કોઈને વાંધો હોવો ન જોઇએ કેમ કે તે ભારતના અન્ય ભાગ જેવું જ અંગ છે.

ચીનને લાંબા સમયથી ભારતની અરૂણાચલ પ્રદેશ દખલગિરીથી વાંધો રહ્યો છે. જેના માટે ચીન એવું કારણ આપી રહ્યું છે કે, ભારત અને ચીનની સરહદ વિવાદ મુશ્કેલ ન પડે તે માટે બંને સરકારે કામ કરવું જોઇએ.

 

[yop_poll id=1250]

Published On - 11:51 am, Sat, 9 February 19

Next Article