કેન્દ્ર સરકારના આ નિર્ણયથી અયોધ્યામાં Ram Mandir ના નિર્માણમાં આવશે ગતિ, હવે મળશે મંદિર માટે જરૂરી પથ્થરો

|

Jun 14, 2021 | 5:48 PM

ભારત સરકારની મંજૂરી સાથે બંશી પહાડપુર (Banshi Pahadpur) માં માઇનિંગ બ્લોક્સની હરાજીનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે.બંસી પહાડપુર ખાણકામ વિસ્તારને ગયા વર્ષે માર્ચમાં વન્યપ્રાણી અભ્યારણ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી અયોધ્યામાં Ram Mandir ના નિર્માણમાં આવશે ગતિ, હવે મળશે મંદિર માટે જરૂરી પથ્થરો
FILE PHOTO

Follow us on

કેન્દ્ર સરકારે રાજસ્થાનના ભરતપુરમાં બંસી પહાડપુર પથ્થરોની ખાણોના ખોદકામની મંજુરી આપતા અયોધ્યામાં Ram Mandir ના નિર્માણમાં ગતિ આવશે. કેન્દ્રીય વન, પર્યાવરણ અને જળવાયું પરિવર્તન મંત્રાલયે ભરતપુરના બંશી પહાડપુર (Banshi Pahadpur) માં રેતી અને પથ્થરના ખોદકામ માટે વન જમીનના પરિવર્તન માટે પ્રથમ સ્તરની મંજૂરી આપી દીધી છે. કાયદેસર ખોદકામના આ નિર્ણયથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે માર્ગ મોકળો થશે.

 

કેન્દ્ર સરકારે આપી માઈનીંગની મંજુરી
ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુબોધ અગ્રવાલે માહિતી આપી હતી કે ભારત સરકારની મંજૂરી સાથે બંશી પહાડપુર (Banshi Pahadpur) માં માઇનિંગ બ્લોક્સની હરાજીનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ કાયદેસર ખાણકામ દ્વારા અયોધ્યામાં બની રહેલા રામ મંદિર (Ram Mandir) માટે રેતીનો પથ્થર ઉપલબ્ધ કરશે. અગ્રવાલે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન અશોક ગેહલોતના અથાક પ્રયત્નોને લીધે બંસી પહાડપુર ખાણકામ વિસ્તારને ગયા વર્ષે માર્ચમાં વન્યપ્રાણી અભ્યારણ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.

દેશભરમાં બંશી પહાડપુરના પથ્થરોની માંગ
દેશભરમાં બંશી પહાડપુર (Banshi Pahadpur) ના ગુલાબી અને લાલ પથ્થરની માંગને ધ્યાનમાં રાખીને, મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ગેરકાયદેસર માઇનિંગને રોકવા અને કાયદેસર માઇનિંગને મંજૂરી આપવા તમામ શક્ય પ્રયત્નો કરવા નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું કે બંશી પહાડપુરના પથ્થરની રામ મંદિર નિર્માણની માંગ હોવાથી રાજ્ય સરકાર માટે આ બાબત સંવેદનશીલ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

70 માઈનીંગ બ્લોક્સની ઇ-હરાજી
ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુબોધ અગ્રવાલે માહિતી આપી હતી કે રાજ્ય સરકારના પ્રયત્નોથી બંશી પહાડપુર (Banshi Pahadpur) વિસ્તારના 398 હેક્ટર વિસ્તારના ડાયવર્ઝન માટે પ્રથમ સ્તરની પરવાનગી બે દિવસ પહેલા 11 જૂન પર કેન્દ્રીય વન, પર્યાવરણ અને જળવાયું મંત્રાલયે જાહેર કરેલા આદેશમાં આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે હવે વિભાગ દ્વારા ટૂંક સમયમાં માઈનીંગ બ્લોક્સ હરાજી માટે તૈયાર કરવામાં આવશે અને ઇ-હરાજી દ્વારા તેમની હરાજી કરવામાં આવશે. આશરે અંદાજ મુજબ આ વિસ્તારમાં લગભગ 70 બ્લોક્સ વિકસિત થવાની સંભાવના છે.

રાજસ્થાન સરકારને થશે 500 કરોડની આવક
ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુબોધ અગ્રવાલે જણાવ્યું હતું કે વિભાગે સીમાંકન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ પ્રક્રિયા આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી ઇ-ઓક્શન વહેલી તકે પારદર્શક રીતે ભારત સરકારના ઇ-પોર્ટલ દ્વારા થઈ હરાજી શકે. બંશી પહરપુરમાં ઈ-ઓક્શનથી માઇનિંગ લીઝ આપ્યા બાદ રાજ્ય સરકારને આશરે 500 કરોડની આવક થવાની સંભાવના છે.

આ પણ વાંચો : બિહારમાં LJP ના પાંચ સાંસદોએ પાર્ટીના અધ્યક્ષ બદલી નાંખ્યા, અધ્યક્ષ ચિરાગ પાસવાનની જ હકાલપટ્ટી

Next Article