યૌન શોષણ કેસમાં બ્રિજભૂષણની વધી મુશ્કેલી, કોર્ટ આ મામલે 18 એપ્રિલે આપશે ચુકાદો

|

Apr 04, 2024 | 4:57 PM

બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા રેસલર્સે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી પોલીસે ગયા વર્ષે જૂનમાં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે અને 18 એપ્રિલે પોતાનો ચુકાદો આપશે.

યૌન શોષણ કેસમાં બ્રિજભૂષણની વધી  મુશ્કેલી, કોર્ટ આ મામલે 18 એપ્રિલે આપશે ચુકાદો
Brijbhushan Sharan Singh

Follow us on

બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા રેસલર્સે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ કેસની સુનાવણી કરતી વખતે, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે અને 18 એપ્રિલે તે આ મામલે ચુકાદો આપશે. ગયા વર્ષે જૂનમાં દિલ્હી પોલીસે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ બાદથી અત્યાર સુધી આ મામલે ઘણી કાર્યવાહી થઈ છે. ત્યારે હવે ચુકાદાને લઈને મોટી માહિતી સામે આવી છે.

બ્રિજભૂષ પર યૌન શોષણ પર કોર્ટ આપશે ચુકાદો

તમને જણાવી દઈએ કે બ્રિજ ભૂષણ શરણ સિંહ પર કેટલીક સગીર મહિલા ખેલાડીઓએ યૌન શોષણના આરોપો લગાવ્યા હતા. જો કે, બાદમાં સગીરે પોક્સો કેસમાં તેની ફરિયાદ પાછી ખેંચી લીધા પછી, દિલ્હી પોલીસે ફરિયાદીનું નિવેદન નોંધ્યું અને કેન્સલેશન રિપોર્ટ દાખલ કર્યો હતો.

સગીર વતી કેસ રદ કરવાની માંગ કરવામાં આવી હતી.

પટિયાલા હાઉસ કોર્ટે ફરિયાદીના નિવેદન અને દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરાયેલ ક્લોઝર રિપોર્ટ પર પોતાનો ચુકાદો આપવાનો હતો, ફરિયાદી સગીર કુસ્તીબાજે ક્લોઝર રિપોર્ટ પર કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. દિલ્હી પોલીસે 15 જૂન, 2023 ના રોજ કોર્ટ સમક્ષ સગીર દ્વારા કેસ રદ કરવા માટે એક રિપોર્ટ દાખલ કર્યો હતો.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

સગીરના પિતાએ દાવો કર્યા બાદ કેસનો ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો કે તેણે સિંહ વિરુદ્ધ તેમની સાથે થયેલા કથિત અન્યાય માટે ફરિયાદ નોંધાવી હતી. સગીરના પિતાએ કહ્યું હતું કે તેમણે ગુસ્સામાં બીજેપી સાંસદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. બીજી તરફ 1100 થી 1200 પેજની ચાર્જશીટમાં દિલ્હી પોલીસે કોર્ટને કહ્યું છે કે મહિલા કુસ્તીબાજો આ કેસમાં પૂરતા પુરાવા આપવામાં નિષ્ફળ રહી છે.

દિલ્હી પોલીસે 550 પેજનો કેન્સલેશન રિપોર્ટ પણ દાખલ કર્યો છે

આ સાથે પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ નોંધાયેલ POCSO કેસ પાછો ખેંચવા માટે 550 પાનાનો કેન્સલેશન રિપોર્ટ પણ દાખલ કર્યો હતો. ચાર્જશીટમાં દિલ્હી પોલીસે કહ્યું કે કેસની તપાસ દરમિયાન બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ કોઈ ટેકનિકલ પુરાવા મળ્યા નથી. તપાસ દરમિયાન પોલીસને કોઈ શંકાસ્પદ ફોટો, વીડિયો કે ફૂટેજ કે કોઈ ફોરેન્સિક પુરાવા મળ્યા નથી. પોલીસે મહિલા કુસ્તીબાજો પાસેથી પુરાવા પણ માંગ્યા હતા પરંતુ તેઓ આપવામાં નિષ્ફળ રહ્યા હતા.

 

Next Article