Breaking NEWS : અતીક અને અશરફની હત્યામાં વપરાયેલ પિસ્તોલના ખુલ્યા રહસ્યો, પોલીસ કસ્ટડીમાં પોપટની જેમ બોલી રહ્યા છે હત્યારા

|

Apr 16, 2023 | 12:38 PM

અતીક અહેમદ અને અસરફ અહેમદની હત્યામાં વપરાયેલ પિસ્તોલના હવે રહસ્યો ખુલી રહ્યા છે. મળતી જાણકારી મુજબ આ પિસ્તોલનું નામ ZIGANA છે

Breaking NEWS : અતીક અને અશરફની હત્યામાં વપરાયેલ પિસ્તોલના ખુલ્યા રહસ્યો, પોલીસ કસ્ટડીમાં પોપટની જેમ બોલી રહ્યા છે હત્યારા
the secrets of the pistol used in the murder of atiq and asraf ahmad revealed

Follow us on

અતીક અહેમદ અને અસરફ અહેમદની હત્યામાં વપરાયેલ પિસ્તોલના હવે રહસ્યો ખુલી રહ્યા છે. મળતી જાણકારી મુજબ આ પિસ્તોલનું નામ ZIGANA છે. જે પિસ્તોલ તુર્કીની એક કંપની બનાવી રહી છે. ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં પણ આ જ બનાવટની પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 4 લાખની કિંમતની જીગાના પિસ્તોલ પાકિસ્તાનમાંથી ડ્રોન વગેરે મારફતે ગેરકાયદેસર રીતે સપ્લાય કરવામાં આવે છે.

આ પિસ્તોલને લઈને મોટી વાત એ પણ છે કે આ ZIGANA નામી પિસ્તોલથી જ સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી. તુર્કીમાં નિર્મિત  (ZIGANA )ઝિગાના એક ઘાતક સેમી ઑટો પિસ્ટલ છે. હત્યારાઓએ તુર્કીની ઝિગાના પિસ્તોલનો પણ ઉપયોગ કર્યો હોવાની કબૂલાત કરી છે. આ  પિસ્તોલ અન્ય તમામ ખતરનાક હથિયારોમાં સૌથી સફળ માનવામાં આવે છે.

તુર્કીની પિસ્તોલથી અતીક-અશરફની હત્યા

આ પિસ્તોલમાં લોક સ્લાઈડ શોર્ટ રીકોઈલ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે જે તેની વિશેષતામાં વધારો કરે છે. તેમાં ઓટોમેટિક ફાયરિંગ પિન બ્લોક પણ સામેલ છે, જે પિસ્તોલને જાળવણીના દૃષ્ટિકોણથી સુરક્ષિત છે. મતલબ કે જો આ પિસ્તોલ કોઈ અજાણી વ્યક્તિના હાથમાં આવી જાય અને જો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની ખબર ન હોય તો આ ગનથી ફાયરિંગ કરી શકાતુ નથી. તુર્કી બનાવટની જીગાના પિસ્તોલ પાકિસ્તાનમાં સરળતાથી ફેંકી દેવાની કિંમતે ઉપલબ્ધ છે. એવું પણ કહેવાય છે કે તુર્કી સિવાય પાકિસ્તાનમાં પણ તેને ગુપ્ત રીતે બનાવવામાં આવે છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ પિસ્તોલ ભારતમાં વેચાતી નથી અને કોઈને તેનું લાઇસન્સ પણ મળતું નથી. આ તુર્કી બનાવટની પિસ્તોલ ક્રોસ બોર્ડર દ્વારા ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે પાકિસ્તાનના માધ્યમથી ભારતને સપ્લાય કરવામાં આવે છે અને તેને ડ્રોન દ્વારા સરહદ પારથી સપ્લાય કરવામાં આવે છે.

ત્રણ નહીં પણ પાંચ લોકો હત્યામાં સામેલ

પ્રયાગરાજ પોલીસની સાથે UP STF પણ શનિવારે રાત્રે ફિલ્મી સ્ટાઈલમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના મામલામાં સઘન તપાસ કરી રહી છે. આ કેસમાં ત્રણ હત્યારા લવલેશ તિવારી, અરુણ મૌર્ય અને સની સિંહે આત્મસમર્પણ કર્યું હતું. તાજેતરનો ઘટસ્ફોટ એ છે કે આતિક અને અશરફની હત્યાનું કાવતરું આ ત્રણે ઘડ્યું ન હતું. વધુ બે લોકો મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં પોલીસે લવલેશ, અરુણ અને સનીની સાથે આ બે માસ્ટરમાઇન્ડ સામે પણ કેસ નોંધ્યો છે. બંનેને જલ્દી પકડવાના પ્રયાસો હાથ ધરાયા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 10:41 am, Sun, 16 April 23

Next Article