Breaking News: સિદ્ધારમૈયા આવતીકાલે કર્ણાટકના સીએમ તરીકે શપથ લેશે, શિવકુમાર ડેપ્યુટી સીએમ બનશે- સુત્ર

સિદ્ધારમૈયા આવતીકાલે શપથ લેવાના છે. આવતીકાલે બપોરે શપથ લેશે. હાઈકમાન્ડે સિદ્ધારમૈયાના નામને મંજૂરી આપી દીધી છે. હાલમાં એ નક્કી નથી થયું કે સિદ્ધારમૈયા એકલા શપથ લેશે કે મંત્ મંડળ તેમની સાથે શપથ લેશે.

Breaking News: સિદ્ધારમૈયા આવતીકાલે કર્ણાટકના સીએમ તરીકે શપથ લેશે, શિવકુમાર ડેપ્યુટી સીએમ બનશે- સુત્ર
Siddaramaiah (file)
| Updated on: May 17, 2023 | 4:45 PM

કર્ણાટકના મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ફરી એકવાર રાજ્યના સીએમ બનશે. તેઓ ગુરુવારે એકલા જ શપથ લેવડાવશે. આ પછી અન્ય મંત્રીઓ અંગે નિર્ણય લેવામાં આવશે અને ડેપ્યુટી સીએમ કોણ હશે અને કેટલાને બનાવવામાં આવશે તેની પણ ચર્ચા કરવામાં આવશે. હાલ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત ચાલી રહી છે. સિદ્ધારમૈયા સાથે મુલાકાત કર્યા બાદ તેઓ ડીકે શિવકુમારને પણ મળવાના છે

દરમિયાન, હાઈકમાન્ડ ડીકે શિવકુમારને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે સાંજ અથવા આવતીકાલ સુધીમાં ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. રાહુલ ગાંધી હાલમાં ડીકે શિવકુમાર સાથે વાત કરી રહ્યા છે અને તેમને ડેપ્યુટી સીએમ બનવા માટે મનાવવામાં આવી રહ્યા છે. ડીકે શિવકુમારને એ પણ સમજાવવામાં આવ્યું છે કે સિદ્ધારમૈયા ઉંમર થઈ ગય છે અને હવે તેઓ આગામી ચહેરો હશે. એટલા માટે તેમણે ડેપ્યુટી સીએમ પદ માટે સંમત થવું જોઈએ અને બદલામાં તેમને મહત્વપૂર્ણ મંત્રાલય આપવામાં આવશે.

આ પણ વાંચો : Karnataka CM Post: સિદ્ધારમૈયા બનશે કર્ણાટકના કિંગ! શું સિદ્ધારમૈયાનો રસ્તો સરળ રહેશે?

આ રીતે ડીકે શિવકુમાર કેટલાક મોટા મંત્રાલયો સાથે ડેપ્યુટી સીએમ બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ નથી ઈચ્છતી કે કર્ણાટકમાં રાજસ્થાન જેવી સ્થિતિ સર્જાય. અશોક ગેહલોત ત્યાં 2018માં સીએમ બન્યા અને ત્યારથી સચિન પાયલટ સાથે તેમનો મતભેદ છે. તેની અસર આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. આ જ કારણ છે કે કોંગ્રેસ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને કર્ણાટકમાં બધાને સાથે લેવા માંગે છે. તે સંદેશ આપશે કે ડીકે શિવકુમાર પણ મહત્વપૂર્ણ છે અને 2024માં પણ એક થઈને ચૂંટણી લડવામાં મદદ કરશે. ડીકે શિવકુમારના કેટલાક સમર્થકોને પણ મંત્રી બનાવી શકાય છે જેથી સરકારમાં સંતુલન જળવાઈ રહે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:31 pm, Wed, 17 May 23