ચક્રવાત બિપોરજોય “અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા” માં તીવ્ર બન્યું છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીએ આજે સમીક્ષા બેઠક બોલાવી છે. PM આજે બપોરે 1 વાગ્યે અધિકારીઓ સાથે બેઠક કરશે.વાઝોડા અંગેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.
ચક્રવાત બિપોરજોયનો ખતરો સતત વધી રહ્યો છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોને ચેતવણી આપી છે. હવે તે ઝડપથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઈ શકે છે. આટલું જ નહીં મુંબઈ અને અમદાવાદની ફ્લાઈટને પણ ચક્રવાતી તોફાનની અસર થઈ છે. ચક્રવાતી તોફાન બિપરજોય પણ પાકિસ્તાનના તટીય વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ તોફાન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. અહીં મુશળધાર વરસાદને કારણે અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા છે.
ત્યારે ચક્રવાતી તોફાનના પગલે પીએમ નરેન્દ્ર મોદીએ તાત્કાલીક સમીક્ષા બેઠક બોલાવી છે. આ બેઠક બપોરે 1 વાગ્યે યોજાશે. બેઠકમાં વાવાઝોડા અંગેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.
હવામાન વિભાગે આ રાજ્યમાં જાહેર કર્યુ એલર્ટ
ચક્રવાતી તોફાન બિપરજોયે ખૂબ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતને કારણે અરબી સમુદ્રમાં પૂરનો ખતરો છે. તેની અસર જમીનથી લઈને આકાશ સુધી જોવા મળી રહી છે. ગુજરાત, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહીની સંભાવના છે
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..