Gujarati NewsNationalBreaking news pm modi addressed 10 lakh bjp workers in madhya pradesh watch video
Breaking News: પીએમ મોદીએ 2024 માટે આપ્યો જીતનો મંત્ર, 10 લાખ કાર્યકર્તાઓને કર્યુ સંબોધન, કહ્યું- ભાજપના કાર્યકર્તા માટે દેશહિત સૌથી મોટું
મધ્યપ્રદેશમાં પીએમ મોદીએ દેશભરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંબોધીત કર્યા છે
pm modi addressed 10 lakh bjp workers
Follow us on
મધ્યપ્રદેશમાં પીએમ મોદીએ દેશભરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંબોધીત કર્યા છે. જેમાં પીએમએ કર્યુ હતુ કે ભાજપની સૌથી તાકત ભાજપના કાર્યકરો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી એક સાથે 5 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી.
આગામી ટૂંક સમયમાં મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીએ મધ્યપ્રદેશને મોટી ભેટ આપી છે. જે બાદ વડા પ્રધાન મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નેહરુ સ્ટેડિયમમાં ‘મેરા બૂથ સબસે મઝબૂત’ સંવાદ કાર્યક્રમમાં 10 લાખ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભાજપના 3,000થી વધુ બૂથ કાર્યકરો સાથે વાતચીત કરી છે .
પીએમ મોદીએ ભોપાલમાં ભાજપના લાખો કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા કહ્યું કે, ‘કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર, દેશભરમાં આયોજિત કાર્યક્રમોને લઈને કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે તે સરાહનીય છે. તેમણે આ પ્રસંગે તેમના વિદેશ પ્રવાસનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું હતુ કે હું અમેરિકા અને ઇજિપ્તમાં હતો ત્યારે પણ મને તમારા પ્રયત્નો વિશે સતત માહિતી મળતી હતી. ત્યાંથી પાછા ફર્યા પછી તમારા લોકોને મળવું મારા માટે વધુ સુખદ છે, આનંદદાયક છે.
પીએમ મોદીને આ પ્રસંગે ભાજપના કાર્યકરોની તારીફ કરતા કહ્યું હતુ કે ભાજપની સૌથી મોટી તાકાત ભાજપના કાર્યકરો છે. ત્યારે આજે હું એક સાથે બૂથ પર કામ કરી રહેલા 10 લાખ કાર્યકરોને સંબોધી રહ્યો છું. જે અંગે પીએમએ કહ્યું હતુ કે આ સૌપ્રથમ વખત હશે કે કોઈપણ રાજકીય પાર્ટી આટલો મોટો કાર્યક્રમ અને એક સાથે આટલા બધા કાર્યકરોને સંબોધિત કરી રહી હોય.
પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યુ હતુ કે અત્યાર સુધી રાજકીય પક્ષોમાં મુખ્યમંત્રીઓ, પ્રમુખો, ભાજપના કાર્યકર્તાઓની મહાસચિવોની બેઠક યોજાય છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે પાર્ટીના કાર્યકર્તાની બૂથ લેવલની બેઠક યોજાઈ રહી હોય.
પીએમ મોદીએ કહ્યું કે બીજેપી કાર્યકર સૌથી પહેલા પોતાના દેશ અને સમાજને આગળ રાખે છે. તે પછી તે પોતાનો પક્ષ રાખે છે અને આ ઉદ્દેશ્ય સાથે ભાજપના કાર્યકરો દેશના હિતમાં કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે એસી રૂમમાં બેસીને ફતવા જાહેર કરનારા નથી, પરંતુ અમે પરસેવો અને લોહી વહાવીને કામ કરીએ છીએ.