Breaking news: દિલ્હીની સાકેત કોર્ટ પરિસરમાં ગોળીબારની ઘટના, કોર્ટમાં જુબાની આપવા આવેલી મહિલાને ગોળી વાગતા હોસ્પિટલમાં ખસેડાઈ

શુક્રવારે સવારે સાકેત કોર્ટમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સાકેત કોર્ટમાં સવારે એક મહિલાને ગોળી વાગી હતી. મહિલાને જુબાની માટે કોર્ટમાં લાવવામાં આવી હતી. NSC પોલીસ સ્ટેશન અધિકારીએ મહિલાને પોતાની કારમાં લઈ જઈને હોસ્પિટલમાં દાખલ કરવી છે.

Breaking news: દિલ્હીની સાકેત કોર્ટ પરિસરમાં ગોળીબારની ઘટના, કોર્ટમાં જુબાની આપવા આવેલી મહિલાને ગોળી વાગતા હોસ્પિટલમાં ખસેડાઈ
firing incident in delhi saket court premises
| Updated on: Apr 21, 2023 | 12:19 PM

રાજધાની દિલ્હીની કોર્ટ પણ હવે સુરક્ષિત નથી. શુક્રવારે સવારે સાકેત કોર્ટમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સાકેત કોર્ટમાં સવારે એક મહિલાને ગોળી વાગી હતી. મહિલાને જુબાની માટે કોર્ટમાં લાવવામાં આવી હતી. NSC પોલીસ સ્ટેશનના અધિકારી મહિલાને પોતાની કારમાં લઈ જઈને  હોસ્પિટલમાં દાખલ કરી છે . આ ઘટના બાદ દિલ્હીમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી મળ્યા બાદ તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.

દિલ્હીના સાકેત કોર્ટ પરિસરમાં ફાયરિંગ

આ ઘટનાને લઈને મીડિયાના એક અહેવાલ અનુસાર દિલ્હીના સાકેત કોર્ટ પરિસરમાં ફાયરિંગની આ ઘટનામાં રાધા નામની મહિલાને ગોળી મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો . ત્યારે ગોળી વાગ્યા બાદ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે એઈમ્સમાં લઈ જવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર વકીલના વેશમાં કોર્ટમાં આવ્યો હતો.

દિલ્હીની સાકેત કોર્ટ પરિસરમાં આજે સવારે ગોળીબારના કારણે ખળભળાટ મચી ગયો છે. અહીં વકીલના વેશમાં આવેલા એક વ્યક્તિએ યુવતીને ગોળી મારી દીધી, જેના પછી હોબાળો મચી ગયો. કોર્ટ પરિસરની અંદર કડક સુરક્ષા વ્યવસ્થા છે અને આવી સ્થિતિમાં કોઈ બંદૂક લઈને કેવી રીતે ઘુસ્યું તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

મહિલા પર એક પછી એક ચાર ગોળીઓ ચલાવી

સમાચાર અનુસાર, આરોપી વકીલ તરીકે કોર્ટ પરિસરમાં પ્રવેશ્યો હતો. મળતી માહિતી મુજબ આરોપીએ યુવતીને ત્રણ ગોળી વાગી હતી.તેમજ એક ગોળી વકિલને પણ વાગી હતી. ઘટનાસ્થળે હાજર દિલ્હી પોલીસના એક એસએચઓ મહિલાને જીપમાં બેસાડી એમ્સમાં લઈ ગયા, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આરોપી કામેશ્વર સિંહ સસપેન્ડેડ વકીલ હોવાનું કહેવાય છે.

પોલીસ ટીમ ઘટનાની તપાસમાં લાગી

આ સાથે જ આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકો મહિલાને લઈ જતા જોવા મળે છે. તે જ સમયે, મહિલા પીડાથી બૂમો પાડતી જોવા મળે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગની ઘટના સામે આવી છે. હજુ સુધી મહિલા સાથે વાત કરી શક્યા નથી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ટૂંક સમયમાં તેની હુમલા અંગે પૂછપરછ કરવામાં આવશે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 10:46 am, Fri, 21 April 23