Breaking News : પંજાબના ભટિંડા ખાતે આવેલ મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગ, 4ના મોત, સર્ચ ઓપરેશન ચાલુ

ભટિંડામાં મિલિટરી સ્ટેશન પર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 4 લોકોના મોત થયા હોવાનું જણાય રહ્યું છે.

Breaking News : પંજાબના ભટિંડા ખાતે આવેલ મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગ, 4ના મોત, સર્ચ ઓપરેશન ચાલુ
Breaking News Firing at military station in Bathinda Punjab
| Updated on: Apr 12, 2023 | 10:12 AM

પંજાબના ભટિંડામાં મિલિટરી સ્ટેશન પર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 4 લોકોના મોત થયા હોવાનું જણાય રહ્યું છે. ઘટના સવારે 4.35 કલાકે બની હતી. ક્વિક રિએક્શન ટીમ હાલમાં સ્ટેશન પર સક્રિય છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સીલ કરી દેવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ ફાયરિંગ બંધ થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ઓફિસર્સ મેસની અંદર બની હતી.

ભટિંડાનું મિલિટરી સ્ટેશન શહેરને અડીને આવેલું છે. આ એક જૂનું અને ખૂબ મોટું લશ્કરી સ્ટેશન છે. અગાઉ તે શહેરથી થોડુ દૂર હતું, પરંતુ શહેરના વિસ્તરણ સાથે હવે લશ્કરી મથક રહેણાંક વિસ્તારની નજીક આવી ગયું છે. આ મિલિટરી સ્ટેશનની બહાર કોઈપણ સામાન્ય વાહન પહોંચી શકાય છે. સામાન્ય રીતે આ સ્ટેશનની બહાર જબરદસ્ત સુરક્ષા વ્યવસ્થા હોય છે.

નવી માહિતી અનુસાર, આ ઘટના અધિકારીઓની મેસની અંદર બની હતી. ઘટના સમયે સવારના 4.35 વાગ્યા હતા. એટલા માટે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ સૈન્ય અધિકારીઓ વચ્ચેની ઘટના હોઈ શકે છે. આ સમયે ફાયરિંગ બંધ થઈ ગયું છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 9:57 am, Wed, 12 April 23