Delhi Liquor Scam: એક્સાઈઝ કૌભાંડના આરોપી દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે CBI કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. સિસોદિયાએ નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.
Delhi High Court dismisses bail plea of Manish Sisodia, Former Delhi's Deputy Chief Minister in CBI case alleging corruption in implementation of previous liquor policy in national capital.
— Tv9 Gujarati (@tv9gujarati) May 30, 2023
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ મામલે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. અરજી ફગાવી દેતા કોર્ટે કહ્યું કે મનીષ સિસોદિયા પર લાગેલા આરોપો ખૂબ જ ગંભીર છે.
દિલ્હી હાઈકોર્ટે કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા સીબીઆઈ કેસમાં આ નિર્ણય આપ્યો છે. વાસ્તવમાં, AAP નેતા મનીષ સિસોદિયાએ નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો, જેના પર દિલ્હી હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે.
CBIએ દિલ્હીના પ્રખ્યાત લિકર પોલિસી કેસમાં 15 લોકોને આરોપી બનાવ્યા છે, પરંતુ દિલ્હી સરકારમાં વરિષ્ઠ મંત્રી મનીષ સિસોદિયાનું નામ સૌથી ઉપર છે. સિસોદિયાની ધરપકડ કરવામાં આવી ત્યારથી તેમની સામેના આરોપોની ચર્ચા થઈ રહી છે. આ કથિત કૌભાંડમાં કેટલાક લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ સમગ્ર મામલો નવી એક્સાઈઝ પોલિસી સાથે જોડાયેલો છે, જે બાદ બે વર્ષ પહેલા દિલ્હીમાં દારૂ સસ્તો થયો હતો. દારૂના લાયસન્સની વહેંચણીમાં ગોટાળાના આક્ષેપો થયા હતા. એલજીએ મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માંગ્યો અને ત્યારબાદ સીબીઆઈ તપાસ શરૂ થઈ હતી.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મોટો ખુલાસો કર્યો છે. EDએ એક દિવસ પહેલા નવી ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને અલગ-અલગ માધ્યમો દ્વારા 622.67 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. દિલ્હીની નવી આબકારી નીતિ હેઠળ જે ચેનલો દ્વારા તેમને પૈસા મળ્યા હતા તેમાં POC ક્રેડિટ નોટ્સ, હવાલા ચેનલ અને ડાયરેક્ટ કિકનો સમાવેશ થાય છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 10:58 am, Tue, 30 May 23