Breaking News: કેન્દ્રીય કેબિનેટમાં મોટો ફેરફાર, કિરણ રિજિજૂના સ્થાને અર્જૂન રામ મેઘવાલને કાયદા પ્રધાન પદ સોપાયું

કેન્દ્રીય કેબિનેટમાં મોટો ફેરફાર, કિરેન રિજિજુના સ્થાને મેઘવાલ કાયદા પ્રધાન બનશે.

Breaking News: કેન્દ્રીય કેબિનેટમાં મોટો ફેરફાર, કિરણ રિજિજૂના સ્થાને અર્જૂન રામ મેઘવાલને કાયદા પ્રધાન પદ સોપાયું
Kiren Rijiju removed from the post of Law Minister
| Updated on: May 18, 2023 | 10:34 AM

મોદી કેબિનેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેબિનેટમાં ફેરબદલને મંજૂરી આપી દીધી છે. હવે કિરેન રિજિજુને કાયદા મંત્રાલયમાંથી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તે જ સમયે, રિજિજુના સ્થાને, અર્જુન રામ મેઘવાલને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય પ્રધાન તરીકે સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.

રિજિજુને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સોપાયું

કિરણ રિજિજુને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ આ નિર્ણય વડાપ્રધાનની સલાહ પર લીધો છે. કિરેન રિજિજુ પહેલા, જુલાઈ 2021 માં, રવિશંકર પ્રસાદને પણ કાયદા મંત્રાલયમાંથી છીનવી લેવામાં આવ્યું હતું. રિજિજૂના કાયદા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન, ન્યાયાધીશોની નિમણૂકને લઈને ન્યાયતંત્ર સાથે તેમની તકરાર સતત ચર્ચામાં રહી હતી.

અરુણાચલ પશ્ચિમ લોકસભા સીટના સાંસદ

રિજિજુ અરુણાચલ પશ્ચિમ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ છે. કિરેન રિજિજુનો જન્મ 19 નવેમ્બર 1971ના રોજ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં થયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે. તેમણે 2004 (અરુણાચલ પશ્ચિમ મતવિસ્તાર) માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી અને જીત્યા. પરંતુ 2009ની લોકસભા ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. રિજિજુ 2014ની ચૂંટણીમાં ફરી જીત્યા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં તેમને ગૃહ રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યા.

આ પછી, તેમને મોદી સરકારના બીજા કાર્યકાળમાં એટલે કે 2019 માં રમત પ્રધાન (સ્વતંત્ર પ્રભાર) બનાવવામાં આવ્યા હતા. જુલાઈ 2021 માં, જ્યારે તેમને કેબિનેટ વિસ્તરણ દરમિયાન કાયદા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેમને રવિશંકર પ્રસાદની જગ્યાએ આ જવાબદારી સોંપવામાં આવી હતી.

Published On - 10:15 am, Thu, 18 May 23