
પશ્ચિમ બંગાળ અને બિહારમાં રામ નવમી પર હિંસા બાદ હવે ઓડિશાના સંબલપુરમાં મોટરસાઇકલ રેલી દરમિયાન હિંસા જોવા મળી છે. બુધવારે ફાટી નીકળેલી હિંસામાં 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હિંસા બાદ સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
આ હિંસા ત્યારે જોવા મળી હતી જ્યારે રાજ્યમાં હનુમાન જયંતિના બે દિવસ પહેલા એટલે કે બુધવારે નીકળેલી મોટરસાઈકલ રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રેલીમાં પથ્થરમારાની ઘટના બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને હંગામો શરૂ થયો હતો. તમને જણાવી દઈએ તો ઓડિશામાં મહા વિશુઆ સંક્રાંતિના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે મહા વિશુઆ સંક્રાંતિ 14મી એપ્રિલે આવી રહી છે. આવી સ્થિતિમાં બે દિવસ પહેલા આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે, જેને સંબલપુરની ઘટના સાથે જોડવામાં આવી રહ્યા છે. વીડિયોમાં કેટલાક લોકો બાઇક રેલી પર પથ્થરમારો કરતા જોવા મળે છે. અહેવાલ મુજબ હિંસા દરમિયાન એક દુકાન સિવાય અનેક દ્વિચક્રી વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. રસ્તાના કિનારે પાર્ક કરેલી ઘણી કારોને પણ નુકસાન થયું છે. આ રેલીમાં લગભગ 1000 લોકોએ ભાગ લીધો હતો.
આ ઘટના બાદ સંબલપુરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સંબલપુરમાં પણ ઘણા સંવેદનશીલ વિસ્તારો છે જ્યાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. પોલીસ પણ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હિંસા કેવી રીતે શરૂ થઈ?
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 10:40 am, Thu, 13 April 23