Beaking news: J&Kના પુલવામામાં મોટી દુર્ઘટના, બસ પલટી જતા ઘટના સ્થળે જ 4ના મોત

જમ્મુ-કાશ્મીરના દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક બસ પલટી જતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે.

Beaking news: J&Kના પુલવામામાં મોટી દુર્ઘટના, બસ પલટી જતા ઘટના સ્થળે જ 4ના મોત
Big accident at J&K
| Updated on: Mar 18, 2023 | 9:37 AM

જમ્મુ-કાશ્મીરના દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો છે. અહીં એક બસ પલટી જતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં નેશનલ હાઈવે પર એક બસ પલટી ગઈ, જેમાં ઘણા મુસાફરો ઘાયલ પણ થયા.

તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જો કે, તેમાંથી ત્રણનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક મુસાફરે એસડીએચ પમ્પોર ખાતે જીવ ગુમાવ્યો હતો. માર્યા ગયેલા તમામ મુસાફરો બિહારના રહેવાસી હોવાનું કહેવાય છે.

3નું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં થયું મોત

તેમણે કહ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી ત્રણનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું, જ્યારે અન્ય એક મુસાફરનું SDH પમ્પોરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. માર્યા ગયેલા તમામ મુસાફરો બિહારના રહેવાસી હતા.

 

Published On - 9:27 am, Sat, 18 March 23