Attack on Doctors : ડોક્ટરો પર હુમલા કરનાર સામે કેન્દ્રની લાલ આંખ, રાજ્યોને આપ્યા આ આદેશ

Attack on Doctors : ડોકટરો પર હુમલા કરનાર સામે કેન્દ્રએ લાલ આંખ કરી છે અને આવા હુમલાખોરો વિરૂદ્ધ રાજ્ય સરકારોને કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

Attack on Doctors : ડોક્ટરો પર હુમલા કરનાર સામે કેન્દ્રની લાલ આંખ, રાજ્યોને આપ્યા આ આદેશ
FILE PHOTO
| Updated on: Jun 19, 2021 | 11:36 PM

Attack on Doctors : ડોકટરો પરના હુમલ્બી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. હવે ડોક્ટરો પરના હુમલાની આવી ઘટનાઓ પ્રત્યે કેન્દ્ર સરકારે કડક દેખાડ્યું છે. ડોકટરો પર હુમલા કરનાર સામે કેન્દ્રએ લાલ આંખ કરી છે અને આવા હુમલાખોરો વિરૂદ્ધ રાજ્ય સરકારોને કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

કેન્દ્રએ રાજ્યોને આપ્યા આદેશ
19 જૂન શનિવારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ પરના હુમલામાં સામેલ લોકો સામે કેસ નોંધવા અને કડક રોગચાળા (સુધારો) અધિનિયમ, 2020 લાગુ કરવા જણાવ્યું છે.

કોવીડ-19 રોગચાળા વચ્ચે દેશના જુદા જુદા ભાગોમાં ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ પર થયેલા હુમલાની અનેક ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ આ પત્ર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખ્યો છે.

આવી ઘટનાઓથો ડોક્ટરોનું મનોબળ ઘટે છે
કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કહ્યું છે –

“તમે આ વાત સાથે સંમત થશો કે ડોકટરો અથવા આરોગ્ય કર્મચારીઓ પર ધમકી અથવા હુમલોની કોઈ પણ ઘટના તેમના મનોબળને ઘટાડી શકે છે અને તેમાં અસલામતીની ભાવના ઉભી કરી શકે છે.આનાથી આરોગ્ય સંભાળ સિસ્ટમ પર વિપરીત અસર થઈ શકે છે.”

ગૃહ સચિવે કહ્યું કે હાલના સંજોગોમાં આરોગ્ય કર્મચારીઓ પર હુમલો કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે.

હુમલા કરનાર સામે કડક કાર્યવાહી કરો : કેન્દ્ર
કેન્દ્ર સરકારે કહ્યું કે ડોક્ટરો પર હુમલા (Attack on Doctors) કરનારાઓ વિરૂદ્ધ FIR કરો અને કડક કાર્યવાહી કરો. કેન્દ્રએ રાજ્યોને એમ પણ કહ્યું કે આવા કેસોમેં સ્થિતિ પ્રમાણે રોગચાળા (સુધારો) અધિનિયમ, 2020 લાગુ કરવો જોઈએ છે.આ કાયદા મુજબ, ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ પરના હુમલામાં સામેલ કોઈપણ વ્યક્તિને પાંચ વર્ષની સજા અને બે લાખ રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે.

ડોક્ટરો પર હુમલા (Attack on Doctors) માં જો કોઈ આરોગ્ય કર્મચારીને હિંસાના કૃત્ય દ્વારા ગંભીર રીતે નુકસાન થાય છે, તો જેણે ગુનો કર્યો છે તેને સાત વર્ષની સજા અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ ગુનાઓ ગંભીર અને બિનજામીનપાત્ર ગણાશે.

Published On - 11:35 pm, Sat, 19 June 21