
કેન્દ્રના કર્મચારીઓ માટે 22 જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ મોટો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. અયોધ્યામાં રામ લલા પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024 કો સમગ્ર ભારત માં મનાવામાં આવશે. જોકે પ્રાણ પ્રતિષ્ઠામાં
ભાગ લેવા કેન્દ્ર સરકારે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સમગ્ર ભારતમાં તમામ કેન્દ્રીય સરકારી કચેરી, કેન્દ્રીય સંસ્થા અને ઔદ્યોગિક સંસ્થાન 22 જાન્યુઆરી, 2024 થી 14 : 30 વાગ્યા સુધી બંધ રહશે.
સરકારે પોતાના આદેશમાં કહ્યું કે, “અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી, 2024ના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે.” કર્મચારીઓને ઉત્સવમાં ભાગ લેવા સક્ષમ બનાવવા માટે, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ 22 જાન્યુઆરી 2024 ના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી અડધા દિવસ માટે બંધ રહેશે.
રામલલ્લાના અભિષેક સમારોહને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગોવા, હરિયાણા અને છત્તીસગઢમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે.
રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ધાર્મિક વિધિઓ કરવામાં આવી રહી છે. અગાઉ, બુધવારે (17 જાન્યુઆરી) કલશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને પૂરજોશમાં ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે (18 જાન્યુઆરી) એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે રામ લલ્લાના અભિષેકના દિવસે 22 જાન્યુઆરીએ સરકારી ઓફિસો અડધા દિવસ માટે બંધ રહેશે. તેમણે કહ્યું કે આ નિર્ણય ભારે જનભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
Published On - 3:25 pm, Thu, 18 January 24