ઉત્તર પ્રદેશના કન્નૌજથી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જ્યાં એક વ્યક્તિ સારવાર માટે હોસ્પિટલના પરિસરમાં પોતાની 80 વર્ષની વૃદ્ધ માતાને પીઠ પર ઉચકીને આમ તેમ ફરી રહ્યો છે. કેવા આવી રહ્યું છે કે આ વીડિયો જિલ્લા હોસ્પિટલનો છે.
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વ્યક્તિ વૃદ્ધ માતાને સ્ટ્રેચર અને વ્હીલ ખુરશી વિના તેની પીઠ પર લઈ જઈ રહ્યો છે. માતાને પીઠ પર બેસાડીને હોસ્પિટલના પરિસરમાં ડોક્ટર પાસે લઈ જઈ રહ્યો છે. આ સમય દરમિયાન હોસ્પિટલના ઘણા કર્મચારીઓએ આ ઘટના જોઇને પણ નજરઅંદાજ કરી દીધી. સીએમએસ શક્તિ બસુ દ્વારા હોસ્પિટલના સ્ટાફને સ્પષ્ટ સૂચના પહેલા જ આપવામાં આવી છે કે, સારવાર માટે આવતા દર્દીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન આવે. તેમ છતાં આ વિડીયોની તસ્વીરો તંત્ર પર સવાલ ઉઠાવનારી છે.
કહેવામાં આવી રહ્યું છે કે કન્નૌજ જિલ્લાની જિલ્લા હોસ્પિટલમાં કાનપુર શહેરના બિલ્હાર શહેરમાં રહેતી વૃદ્ધ શાંતિ દેવીને લઈને તેમનો પુત્ર રામ વિલાસ સારવાર માટે આવ્યા હતા. ડોકટરે શાંતિ દેવીને શુગર ટેસ્ટ કરાવવાનું કહ્યું. વૃદ્ધ ચાલવામાં લાચાર હતા, અસમર્થ હતા અને જ્યારે તેમના પુત્રને હોસ્પિટલમાં સ્ટ્રેચર અથવા વ્હીલ ખુરશી ન મળી ત્યારે તે તેની માતાને પીઠ પર બેસાડીને એનસીડી સેલમાં લઈ ગયો, જ્યાં તેમનો સુગર ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
રામવિલાસે તેમની માતાને લઈને લાંબા સમય સુધી હોસ્પિટલના પરિસરમાં રઝળતા રહ્યા, પરંતુ હોસ્પિટલના કોઈ સ્ટાફ અથવા કર્મચારીએ તેમને મદદ કરી નહીં. પછી તે માતાને પીઠ પર બેસાડીને બીજા માળે તપાસ કરાવવા માટે પહોંચ્યા. જ્યાં તેમનો સુગર ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
સીએમએસ ડો.શક્તિ બસુ દ્વારા હોસ્પિટલના ઇમરજન્સી ગેટની બહાર સ્ટ્રેચર અને વ્હીલ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે બે સ્ટાફ ફરજમાં પણ જોડાયેલ છે. આ હોવા છતાં હોસ્પિટલના કર્મચારીઓ વતી આવી બેદરકારી જોવા મળી હતી.
તે જ સમયે, આ મામલે ઇન્ચાર્જ સીએમએસ ડોક્ટર રવિન્દ્ર કુમાર કહે છે કે આ આક્ષેપો પાયાવિહોણા છે, પરંતુ આ કેસ મારા ધ્યાનમાં આવ્યો છે. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ સમયમાં પણ આરોગ્ય લક્ષી સેવાઓમાં જોવા મળતા આવા દાખલા, સામાન્ય માણસ માટે ખુબ આઘાતજનક હોય છે.