Oxygen Express Trains : 421 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોએ દેશભરમાં 30 હજાર ટનથી વધારે ‘પ્રાણવાયુ’ પહોચાડ્યો

|

Jun 13, 2021 | 7:31 PM

Oxygen Express Trains : દેશમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન દેશભરની હોસ્પિટલોમાં મેડીકલ ઓક્સિજનની તંગીને પહોંચી વળવા રેલવે દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Oxygen Express Trains : 421 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોએ દેશભરમાં 30 હજાર ટનથી વધારે પ્રાણવાયુ પહોચાડ્યો
Oxygen Express Train, PHOTO : Reuters photo

Follow us on

Oxygen Express Trains : દેશમાં કોરોના વાયરસની બીજી લહેર (2nd Wave of Corona) દરમિયાન દેશભરની હોસ્પિટલોમાં મેડીકલ ઓક્સિજનની તંગીને પહોંચી વળવા રેલવે દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોના વિરૂદ્ધ લડાઈમાં ભારતીય રેલ્વે (Indian Railways) દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો મારફતે મેડીકલ ઓક્સિજન પહોચાડી તબીબી ક્ષેત્રને મોટી મદદ પુરી પાડી છે, અને સમય પર ઓક્સિજન મળવાથી એનેક લોકોના જીવ બચ્યા છે.

 

421 ટ્રેનો દ્વારા 30,000 ટન ઓક્સિજન સપ્લાય
કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો (Oxygen Express Trains) દ્વારા 30 હજારથી વધુ મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચાડવામાં આવ્યો છે. રેલવે મંત્રાલય (Ministry of Railways) દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર, ભારતીય રેલ્વે અત્યાર સુધીમાં દેશના વિવિધ રાજ્યોમાં 1734 થી વધુ ટેન્કરમાં 20,182 મેટ્રિક ટન LMO પરિવહન કરી ચુકી છે. અત્યાર સુધીમાં કુલ 421 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોએ તેમની યાત્રા પૂર્ણ કરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

15 રાજ્યોમાં ઓક્સિજન પહોચાડવામાં આવ્યો
આશરે 50 દિવસ પહેલા 24 એપ્રિલથી મહારાષ્ટ્રમાં 126 મેટ્રિક ટન ઓક્સિજનની ડિલિવરી સાથે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોની (Oxygen Express Trains) શરૂ થઈ હતી. રેલવે મંત્રાલય (Ministry of Railways) એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા દેશના 15 રાજ્યોમાં ઓક્સિજન રાહત પહોંચાડવામાં આવી છે. આ રાજ્યોમાં ઉત્તરાખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ, હરિયાણા, તેલંગાણા, પંજાબ, કેરળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને આસામનો સમાવેશ થાય છે.

ક્યાં રાજ્યમાં કેટલો ઓક્સિજન પહોચાડવામાં આવ્યો ?
સત્તાવાર આંકડા મુજબ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો (Oxygen Express Trains) દ્વારા સૌથી વધુ 5,7૨૨ મેટ્રિક ટન ઓક્સિજન દિલ્હી પહોંચાડવામાં આવ્યો.મહારાષ્ટ્ર 614 માં, ઉત્તરપ્રદેશમાં લગભગ 3797 મેટ્રિક ટન અને મધ્યપ્રદેશમાં 656 મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત હરિયાણામાં 2354, રાજસ્થાનમાં 98, કર્ણાટકમાં 3782, ઉત્તરાખંડમાં 320, તામિલનાડુમાં 4941, આંધ્રપ્રદેશમાં 3664, પંજાબમાં 225, કેરળમાં 513, તેલંગાણામાં 2972, ઝારખંડમાં 38, 480 MT ઓક્સિજન આસામ પહોંચ્યું છે.

Next Article