અયોધ્યામાં રામ મંદિર માટે દાનમાં મળેલા 22 કરોડના 15 હજાર ચેક બાઉન્સ થયા, જાણો કારણ

|

Apr 16, 2021 | 1:02 PM

રામ મંદિર નિર્માણમાં દેશના ખૂણે ખૂણાથી લોકોએ દાન આપ્યું છે. આવામાં અહેવાલ આવ્યો છે કે 22 કરોડના 15 હજાર ચેક બાઉન્સ થયા છે.

અયોધ્યામાં રામ મંદિર માટે દાનમાં મળેલા 22 કરોડના 15 હજાર ચેક બાઉન્સ થયા, જાણો કારણ
રામ મંદિર, અયોધ્યા (File Image)

Follow us on

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દાન તરીકે એકત્રિત કરવામાં આવેલા આશરે 22 કરોડ રૂપિયાના લગભગ 15,000 બેંકના ચેક બાઉન્સ થઈ ગયા છે. મંદિર નિર્માણ માટે કેન્દ્ર દ્વારા સ્થાપિત ટ્રસ્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ઓડિટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચેક એકાઉન્ટ્સ ભંડોળના અભાવને કારણે અથવા કેટલીક તકનીકી ખામીઓને કારણે બાઉન્સ કરવામાં આવ્યા હતા.

ટ્રસ્ટના સભ્ય ડો.અનીલ મિશ્રાએ જણાવ્યું હતું કે, બેંકો તકનીકી અવરોધોને હલ કરવા માટે કામ કરી રહી છે અને તેઓ લોકોને ફરીથી દાન આપવા કહી રહ્યા છે. આમાંથી 2 હજાર જેટલા ચેક અયોધ્યાથી એકત્રિત કરવામાં આવ્યા હતા. આ ચેક વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) દ્વારા 15 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી દરમિયાન દાન એકત્રિત કરવાના રાષ્ટ્રવ્યાપી અભિયાન દરમિયાન એકત્રિત કરવામાં આવ્યા હતા. આ અભિયાન દરમિયાન આશરે 5000 કરોડ જેટલી રકમ એકત્ર કરવામાં આવી હતી. જોકે, ટ્રસ્ટ દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમ અંગેના અંતિમ આંકડા જાહેર કરવામાં આવ્યાં નથી.

નોંધપાત્ર વાત એ છે કે રામજન્મભૂમિ મંદિરના નિર્માણ માટે ભંડોળ સમર્પણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગયા મહિના સુધી લોકોએ મંદિર બનાવવા માટે જોરદાર દાન આપ્યું હતું. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિરમાં દર મહિને 1 કરોડ રૂપિયાનું દાન આવી રહ્યું છે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયએ અંદાજ આપ્યો છે કે ટ્રસ્ટને દાન કરવામાં આવેલી કુલ રકમ આશરે 3500 કરોડ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે 1 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય હતું. જોકે, ટ્રસ્ટના અધિકારીઓએ કહ્યું કે દાનની રકમ 3 હજાર કરોડથી વધી ગઈ છે. જો કે, અંતિમ કુલ દાનની ગણતરી કરવામાં આવી નથી. આ માટે, એવું કહેવામાં આવ્યું હતું કે 31 માર્ચ સુધીમાં દાનમાં પ્રાપ્ત રકમની ગણતરી કરવામાં આવશે.

 

આ પણ વાંચો: મહાકુંભમાં અત્યાર સુધી 2500 થી વધુ કોરોના સંક્રમિત, નિરંજની અખાડાએ કરી કુંભ સમાપ્તિની ઘોષણા

આ પણ વાંચો: બુકિંગ શરુ થયાના માત્ર 48 કલાકમાં કંપનીએ બંધ કરી દેવું પડ્યું બજાજ ચેતકનું બુકિંગ, જાણો કેમ

Next Article