Mumbai : કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે નાઇટ્સ ક્લબમાં નિયમોનું ઉલ્લંઘન

|

Mar 05, 2021 | 4:10 PM

મહારાષ્ટ્રમાં વધતાં કોરોના સંક્રમણની વચ્ચે Mumbai ની ક્લબોમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોનાના નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યુ છે.

Mumbai ની નાઇટ્સ ક્લબમાંથી ચોંકાવનારા વીડિયો સામે આવ્યા છે, મહારાષ્ટ્રમાં વધતાં કોરોના સંક્રમણની વચ્ચે ક્લબોમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યુ છે. મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતીને જોઇને કેટલાક શહેરો અને ગામડાંઓમાં લોકડાઉન પણ લગાવવામાં આવ્યુ છે, તેવામાં હવે મુંબઇની (Mumbai) ક્લબ્સમાંથી બહાર આવતા વીડિયો ચિંતા વધારનાર છે.

આ વીડિયો જૂહુના ક્લબ આર અડ્ડા અને વિલે પાર્લેના ક્લબ બેરલ મેંશનનો છે. રાત્રે 2 વાગ્યાની આસપાસ રેકોર્ડ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ડાન્સ ફ્લોર પર ભેગા થયેલા લોકો સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડના નયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

મહત્વની વાત છે કે ગઇકાલે મુંબઇમાં (Mumbai) કોરોનાના 1100 જેટલા કેસ નોંધાયા છે, પરંતુ પોલીસ અને પ્રશાસનની નાક નીચે આવા ક્લબોમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને બીએમસી કમિશ્નર ઇક્બાલ ચહલ દ્વારા વારંવાર કરવામાં આવતી અપીલની પણ આ ક્લબ્સ પર કોઇ અસર થતી જોવા નથી મળી રહી.

Published On - 4:09 pm, Fri, 5 March 21

Next Video