Breaking news : Maharashtra : CM એકનાથ શિંદેને મળી જાનથી મારી નાખવાની ધમકી

|

Apr 11, 2023 | 10:36 AM

Eknath Shinde Threat: કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ કંટ્રોલને આ સંબંધમાં ફોન આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે.

Breaking news : Maharashtra : CM એકનાથ શિંદેને મળી જાનથી મારી નાખવાની ધમકી
Mumbai CM Eknath Shinde

Follow us on

Maharashtra : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી ફોન પર આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ કંટ્રોલ (112) પર આ સંબંધમાં કોલ આવ્યો હતો. એક અધિકારીના જણાવ્યા અનુસાર, પુણે પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. તે ધારાવીમાં રહે છે. પોલીસ તેની પૂછપરછમાં લાગેલી છે.

આરોપીનું નામ રાજેશ છે. તેમની ઉંમર 42 વર્ષ જણાવવામાં આવી રહી છે. તે મુંબઈમાં વોર્ડ બોય તરીકે કામ કરે છે. તેની પત્ની પણ ખાનગી પેઢીમાં નોકરી કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા અને તેને કોઈ સંતાન નથી.  પત્ની અને અન્ય પરિવારના સભ્યો કહે છે કે તે દારૂના નશામાં કોઈની સાથે દુર્વ્યવહાર કરે છે.

મળતી માહિતી મુજબ, આરોપીએ ગઈકાલે રાત્રે સૌથી પહેલા 112 પર ફોન કર્યો અને કહ્યું કે તેને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. તેણે એમ્બ્યુલન્સની માંગણી કરી. ત્યારબાદ ફોન કરીને સીએમ શિંદેને ધમકાવવાનું શરૂ કર્યું. જો કે, આ ઘટના બાદ પોલીસ ટીમને પહેલા આરોપી વિશે ખબર પડી અને તેને કસ્ટડીમાં લીધો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ઘટનાને લઈને આરોપીઓના સંબંધીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સંબંધીઓનું કહેવું છે કે આરોપીઓએ નશાની હાલતમાં આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

સીએમ શિંદે તાજેતરમાં મહારાષ્ટ્રથી અયોધ્યાના પ્રવાસે આવ્યા હતા. અહીં તેમણે રામલલ્લાના મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. શિંદેની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર સરકારના અન્ય મંત્રીઓ પણ અયોધ્યા પહોંચ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો સહિત લગભગ 3000 શિવસૈનિકો પણ શિંદે સાથે આવ્યા હતા. વાસ્તવમાં સીએમ તરીકે એકનાથ શિંદે પોતાના શિવસેના સાંસદો અને ધારાસભ્યો સાથે તાકાત બતાવવા અયોધ્યા પહોંચ્યા છે. શિંદે લખનૌ પણ ગયા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને મળ્યા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

Maharashtra ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 10:11 am, Tue, 11 April 23

Next Article