LOCKDOWN IN MAHARASHTRA : ટાસ્ક ફોર્સે મહારાષ્ટ્રમાં 2 અઠવાડિયાના કડક લોકડાઉનનું સૂચન કર્યુ, સોમવારે લોકડાઉનની જાહેરાત થવાની શક્યતા

|

Apr 11, 2021 | 8:58 PM

LOCKDOWN IN MAHARASHTRA : મહારાષ્ટ્રમાં 8 દિવસનું લોકડાઉન થશે કે 14 દિવસનું ? આવતી કાલે 12 એપ્રિલે જાહેરાત થવાની શક્યતા.

LOCKDOWN IN MAHARASHTRA : ટાસ્ક ફોર્સે મહારાષ્ટ્રમાં 2 અઠવાડિયાના કડક લોકડાઉનનું સૂચન કર્યુ, સોમવારે લોકડાઉનની જાહેરાત થવાની શક્યતા
FILE PHOTO

Follow us on

LOCKDOWN IN MAHARASHTRA : મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ કરવા અંગે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ અઘાડીના ત્રણેય પક્ષ અને ભારતીય જનતા પાર્ટીના ત્રણેય પક્ષોના પ્રતિનિધિઓની બેઠકમાં લોકડાઉનના નિર્ણય અંગે સરકારના નિર્ણય માટે તમામ પક્ષોનું સમર્થન માંગ્યું હતું.પૂર્વ મુખ્યપ્રધાન અને વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ સહિત ઉપસ્થિત સૌએ તેમને સમર્થન આપવાની ખાતરી આપી હતી.

8 દિવસનું કે 14 દિવસનું લોકડાઉન?
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની બેકાબૂ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સાંજે કોવિડ ટાસ્ક ફોર્સની સાથે બેઠક કરી હતી બેઠક દરમિયાન મુખ્યપ્રધાને કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે 8 દિવસનાLOCKDOWNની તરફેણમાં વાત કરી બીજી તરફ, કોવિડ ટાસ્ક ફોર્સના કેટલાક સભ્યોએ કહ્યું કે સાંકળ તોડવા માટે 14 દિવસના કડક લોકડાઉન જરૂરી છે. આવી સ્થિતિમાં મીટિંગ દરમિયાન બે પ્રકારના મંતવ્યો બહાર આવ્યા હતા.

આવતીકાલે જાહેરાત થવાની શક્યતા
આ બેઠક પૂર્ણ થયા બાદ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
આ પછી રાજેશ ટોપે કહ્યું કે સોમવારે સવારે 11 વાગ્યે ફરી એકવાર બેઠક મળશે. આ બેઠક મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર વચ્ચે થશે. આ બેઠક બાદ લગભગ આવતીકાલે 12 તારીખે LOCKDOWN ક્યારથી લાગુ થશે અને કેવા પ્રતિબંધો હશે તેની જાહેરત થવાની પૂરી શક્યતા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

મીટિંગમાં ઓક્સિજન, બેડ અંગે ચિંતા વ્યક્ત કરી
કોવિડ ટાસ્ક ફોર્સ સાથેની બેઠક દરમિયાન નિષ્ણાંતોએ હોસ્પિટલમાં બેડની સંખ્યા, ઓક્સિજનની ઉપલબ્ધતા અને વેન્ટિલેટર અંગે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે ચિંતા વ્યક્ત કરી હતી. ડોકટરે આરોગ્ય વ્યવસ્થામાં ઉભા થઇ રહેલા તણાવને ઓછો કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.આ બેઠકમાં રેમડેસીવીરની ઉપલબ્ધતા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આર્થિક ચિંતાઓને અવગણી શકાય નહિ
વિપક્ષના નેતા ફડણવીસે માંગ કરી હતી કે લોકડાઉન દરમિયાન સરકારે રોજગારી અને લોકોની આજીવિકાના પ્રશ્નોને ધ્યાનમાં લેવા એક સુસંગત યોજના ઘડવી જોઈએ. તેમણે કહ્યું કે વિરોધી પક્ષ તરીકે અમે સરકારને અમારો ટેકો આપવા અને લોકડાઉનથી પ્રભાવિત તમામ પક્ષો સુધી પહોંચવા માટે તૈયાર છીએ. પરંતુLOCKDOWN માં ઉભા થતા પડકારોનું સમાધાન કરવા માટે આપણે કેટલાક વિકલ્પો પણ ઉભા કરવા પડશે. તેમણે કહ્યું કે આર્થિક ચિંતાઓને પણ નકારી શકાય નહીં. લોકોમાં ભારે અશાંતિ છે કારણ કે તેમના જીવનનિર્વાહ અને વ્યવસાયની ચિંતાઓથી સંબંધિત એક પ્રશ્ન છે જેને અવગણી શકાય નહીં.

Published On - 8:55 pm, Sun, 11 April 21

Next Article