Maharashtra Politics: પ્રેસકોન્ફરન્સમાં અજિત પવારનો મોટો દાવો, કહ્યું- NCPના સિમ્બોલ પર ચૂંટણી લડીશું

NCPના વરિષ્ઠ નેતા અજિત પવાર પાર્ટીમાં બળવો કરીને NDAની એકનાથ શિંદે ગઠબંધન સરકારમાં જોડાયા છે.

Maharashtra Politics: પ્રેસકોન્ફરન્સમાં અજિત પવારનો મોટો દાવો, કહ્યું- NCPના સિમ્બોલ પર ચૂંટણી લડીશું
Ajit pawar
| Updated on: Jul 02, 2023 | 4:25 PM

Maharashtra News: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ જોવા મળી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અજિત પવાર પાર્ટીમાં બળવો કરીને NDAની એકનાથ શિંદે ગઠબંધન સરકારમાં જોડાયા છે. ત્યારે ડેપ્યુટી સીએમના શપથ ગ્રહણ બાદ અજિત પવારે પત્રકાર પરિસદ યોજી છે. જેમાં તેમણે કહ્યું હતુ કે તેમણે સરકારને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. તેમજ રાજ્યના હાલાતને જોતા શિંદે સરકારમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે.

શિંદે સરકાર મહારાષ્ટ્રના વિકાસ માટે પ્રતિબદ્ધ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન બન્યા બાદ અજિત પવારે કહ્યું કે શિંદે સરકાર મહારાષ્ટ્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અમે વિકાસને પ્રાથમિકતા આપી છે. રાજ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધો છે. વિપક્ષ મોદી સામે ભડક્યો છે. 9 વર્ષમાં પીએમ મોદીએ દેશને આગળ લઈ જવાનું કામ કર્યું છે. અજિત પવારે કહ્યું કે સરકારમાં વધુ મંત્રીઓ જોડાશે.

અજિત પવારનો મોટો દાવો

અજિત પવારે પ્રેસ કોન્ફરન્સમાં મોટો દાવો કર્યો છે. અજિત પવારે બેફામ કહી દીધું કે અમે NCPના સિમ્બોલ પર ચૂંટણી લડીશું. હવે NCPમાં નવા લોકોને તક મળશે. પાર્ટી અને ચૂંટણી ચિન્હ મારું છે. અજિત પવારે સાથે NCPના મોટા ભાગના ધારાસભ્યો સામેલ છે. તમને જણાવી દઈએ તો NCPમાં 54 ધારાસભ્યો હતા જેમાંથી 40 જેટલા ધારાસભ્યો અજિત પવારના સમર્થનમાં NCP સાથે બગાવત કરી ચૂક્યા છે. તેમજ NCP સાંસદ પણ અજિત પવારને સમર્થન આપ્યું છે. આ સાથે છગન ભુજબલે પણ મોટી વાત કરી છે કે NCP અમારી છે તેમજ NCPના બધા જ નેતા અમારી સાથે હોવાનો પણ દાવો કર્યો છે.

NCP અમારી, પાર્ટીનું ચિન્હ પણ અમારું

અજિતે કહ્યું કે અમે NCP છોડી નથી, NCP અમારી છે અને તેના બધા જ ધારાસભ્યો અમારી સાથે છે. ઘણા લોકો મારા આજના નિર્ણયની ટીકા કરી રહ્યા છે અને જરુર કરશે. ત્યારે અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે બધા મહારાષ્ટ્રની પ્રગતિ માટે સાથે મળીને કામ કરતા રહીશું. એટલા માટે અમે આ નિર્ણય લીધો છે. અમારા મોટાભાગના ધારાસભ્યો આ નિર્ણયથી સંતુષ્ટ છે.

 

Published On - 3:53 pm, Sun, 2 July 23