Samudrik Shastra: જો પગની બીજી આંગળી અંગુઠા કરતા મોટી હોય તો? જાણો શું છે એનો મતલબ

|

Jun 05, 2021 | 3:54 PM

પરતું ઘણા લોકોના પગમાં અંગુઠા બાજુની આંગળી અંગૂઠા કરતા મોટી પણ છે. તમને જણાવી દઈએ કે તેને નસીબદાર માનવામાં આવે છે. ચાલો જાણીએ કે પગની આંગળીઓ સ્વભાવ વિશે શું કહે છે.

Samudrik Shastra: જો પગની બીજી આંગળી અંગુઠા કરતા મોટી હોય તો? જાણો શું છે એનો મતલબ
પગની આંગળીઓ શું કહે છે તમારા સ્વભાવ વિશે

Follow us on

સમુદ્રીક શાસ્ત્ર મુજબ અંગૂઠા અથવા આંગળીઓના આકાર જોઈને પણ વ્યક્તિના જીવન વિશે ઘણું નક્કી કરી શકાય છે. તમે જોયું જ હશે મોટાભાગના લોકોને પગનો અંગુઠો અન્ય આંગળીઓ કરતા મોટો હોય છે. પરતું ઘણા લોકોના પગમાં અંગુઠા બાજુની આંગળી અંગૂઠા કરતા મોટી પણ છે. તમને જણાવી દઈએ કે તેને નસીબદાર માનવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે વ્યક્તિના પગના આકારને તેના વર્તન અને જીવન વિશે શું શું જાણી શકાય છે.

જે લોકોની અંગુઠાના બાજુની આંગળી અંગુઠાથી લાંબી હોય છે. તેઓ ઉર્જાવાન હોય છે. આ લોકો જો કોઈ કામ હાથમાં લે તો તેને પૂરું કરીને જ જંપે છે. ઉર્જાની વાત કરીએ તો તેમનામાં ગજબની ઉર્જા હોય છે.

જે લોકોની પગની અંગુઠાની બાજુની આંગળી અંગુઠા કરતા નાની હોય છે તેઓ જીવનમાં ખુશ રહે છે. અને માનસિક રીતે પણ ખુબ મજબુત હોય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જો પગના અગુથા અને તેની બાજુની આંગળીની લંબાઈ સમાન હોય તો તેવા લોકો ખુબ મહેનતુ હોય છે. તેમની મહેનતના કારણે અલગ ઓળખ બનાવે છે. તેમજ આવા લોકો વિવાદથી દુર રહેવાનું પસંદ કરે છે.

જો કોઈના પગની અંગૂઠોથી ઉતરતા ક્રમમાં બધી આંગળીઓ હોય, તો આવા લોકો બીજાઓ પર વર્ચસ્વ ધરાવતા હોય છે. તેઓ ઈચ્છે છે કે અન્ય લોકો તેનું જ કહેવું કરે. જો પતિ-પત્ની બંનેના પગનો આકાર આ પ્રકારનો હોય તો આવા લોકો વચ્ચે છૂટાછેડાની સ્થિતિ આવી શકે છે.

તે લોકોના પગની સૌથી નાની એટલે કે છેલ્લી આંગળી બાજુની આંગળી કરતા મોટી હોય તો આવા લોકો ખૂબ નસીબદાર હોય છે.

જ્યારે પગની છેલ્લી બે આંગળીઓ સમાન હોય છે, ત્યારે તેઓ સંતાનની બાબતમાં ખુશ હોય છે.

જો નાની આંગળીની નજીકની આંગળી પગની મધ્ય આંગળી કરતા ખુબ વધુ નાની હોય, તો આવા લોકોને ભાગ્યે જ સ્ત્રી સુખ પ્રાપ્ત થાય છે.

જે લોકોના પગમાં અંગૂઠો અથવા તેની બાજુની બે આંગળીઓ સમાન હોય, અને અન્ય બધી આંગળીઓ તેના કરતા ઓછી હોય છે, તો આવા લોકો વધુ મહેનતુ અને નમ્ર હોય છે. આ લોકો સારા જીવન સાથી પણ બની શકે છે.

Next Article