પુલવામા ખાતે 18 કલાક પછી આતંકવાદીઓ સાથેની મુઠભેડનો આવ્યો અંત, 5 સુરક્ષા જવાન શહીદ, ત્રણ આતંકી ઠાર

પુલવામા ખાતે શહીદ થયેલા CRPF જવાનોનો બદલો લેવાનું સુરક્ષા દળોએ શરૂ કરી દીધું છે. જેમાં પુલવામા જિલ્લાના પિંગલિના વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે રવિવાર રાતથી શરૂ થયેલી અથડામણ 18 કલાક બાદ પૂર્ણ થઇ છે. આ અથડામણમાં સેનાના પાંચ જવાન શહીદ થયા છે ત્યારે ત્રણ આતંકી ઠાર મરાયા છે. ગઈકાલ રાતથી શરૂ થયેલી અથડામણમાં આ વિસ્તારમાં […]

પુલવામા ખાતે 18 કલાક પછી આતંકવાદીઓ સાથેની મુઠભેડનો આવ્યો અંત, 5 સુરક્ષા જવાન શહીદ, ત્રણ આતંકી ઠાર
| Updated on: Feb 18, 2019 | 4:11 PM

પુલવામા ખાતે શહીદ થયેલા CRPF જવાનોનો બદલો લેવાનું સુરક્ષા દળોએ શરૂ કરી દીધું છે. જેમાં પુલવામા જિલ્લાના પિંગલિના વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે રવિવાર રાતથી શરૂ થયેલી અથડામણ 18 કલાક બાદ પૂર્ણ થઇ છે. આ અથડામણમાં સેનાના પાંચ જવાન શહીદ થયા છે ત્યારે ત્રણ આતંકી ઠાર મરાયા છે.

ગઈકાલ રાતથી શરૂ થયેલી અથડામણમાં આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ સંતાયા હોવાના ઈનપુટ મળ્યા હતા. સુરક્ષાદળો દ્વારા સતત આતંકવાદીઓ ઉપર ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું આ સાથે જ સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારોને ઘેરી લીધો હતો.

આ અથડામણમાં દક્ષિણ કાશ્મીરના DIG તથા બ્રિગેડિયર ઘાયલ થયા છે, જેઓ હાલ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. જેમાં એક બ્રિગ્રેડિયર રેન્કના અધિકારીને પેટમં ગોળી વાગી છે. આ એન્કાઉન્ટમાં સેનાએ અત્યારસુધીમાં પુલવામાં હુમલાના માસ્ટર માઇન્ડ ગાઝીને ઠાર કરી દીધો છે.

આ પણ વાંચો : BIG BREAKING : પુલવામા હુમલાનો પ્રથમ બદલો લેવાયો, MASTERMIND ગાઝી અને તેનો સાથી કામરાન થયા ઠાર

આજે બપોર પછી આ મુઠભેડમાં SSP, દક્ષિણ કાશ્મીરના DIG સહિત CRPF અને સેનાના અધિકારીઓ પહોંચ્યા હતા. જેમને આ મામલે પરિસ્થિતિ સંભાળવા માટે પ્રયત્ન કર્યા હતા. આ વિસ્તારમાં સેનાએ વધુ તપાસ હાથધરી છે. હજી પણ સુરક્ષાના વધુ કડકાઈ રાખવામાં આવી રહી છે.

[yop_poll id=1579]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]