ગુજરાતમાં 10 એપ્રિલ સુધી શાળા કોલેજમાં ઓફલાઈન શિક્ષણ બંધ

|

Mar 18, 2021 | 6:52 PM

કોરોનાને ( corona ) કારણે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર શહેરમાં શાળા અને કોલેજ કક્ષાએ યોજાઈ રહેલી ઓફલાઈન પરીક્ષા રદ કરીને 10 એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે.

ગુજરાતમાં દિન પ્રતિદિન વધી રહેલ કોરોનાના ( corona ) કેસને ધ્યાને લઈને, રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર શહેરમાં શાળા અને કોલેજ કક્ષાએ યોજાઈ રહેલી ઓફલાઈન પરીક્ષા રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં કોરોનાનો કહેર વધતા ગુજરાત સરકાર એકશનમાં આવી છે. કોરોનાના કેસ ઓછા થયા ત્યારે, રાજ્ય સરકારે શાળા અને કોલેજોમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે શાળા અને કોલેજોમાં તબક્કાવાર શિક્ષણ માટે પરવાનગી આપી હતી. જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ, ગુજરાતમાં એકાએક કોરોનાના કેસ વધી ગયા છે. જેના પગલે, ગુજરાત સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા ચાર મોટા શહેરો કે જ્યા કોરોનાના કેસ સૌથી વધુ આવે છે ત્યાં એક પછી એક લોકહીતના પગલાઓ લઈને કોરોનાને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને વિભાવરીબેન દવે તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આવતીકાલ તારીખ 19મી માર્ચથી લઈને 10મી એપ્રિલ સુધી સ્નાતક કક્ષાના ઓફલાઈન પરિક્ષાનો કાર્યક્રમ મોકુફ રખાયેલ છે. યુનિવર્સિટી દ્વારા પરિક્ષાનો નવેસરથી  કાર્યક્રમ જાહેર કરાશે. રાજ્યમાં 10 એપ્રિલ સુધી તમામ શિક્ષણ ઓનલાઈન કરાશે. એટલે કે યુનિવર્સિટીની હોસ્ટેલ ચાલુ રહેશે અને હોસ્ટેલમાં રહીને શિક્ષણ મેળવી શકશે. પીજી પરિક્ષા ઓફલાઈન  સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીને આ નિયમ લાગુ પડશે. રાજ્યના આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં શાળાઓની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચમાધ્યામિક શાળાઓમાં આવતીકાલ 19મી માર્ચ 2021થી લઈને પ્રત્યેક્ષ શિક્ષણ કાર્ય બંધ કરીને ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળામાં ઓનલાઈન પરિક્ષા લેવાની રહેશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓફલાઈન શિક્ષણ 10મી એપ્રિલ સુધી બંધ રહેશે.

Next Video