Braking News : અખિલેશ યાદવ લડશે આઝમગઢની બેઠક પરથી ચૂંટણી, શું મુલાયમ સિંહ યાદવ થયા કમજોર નેતા ?

એક તરફ પોતાને કિંગ મેકર બનવાની વાત કરતાં અખિલેશ યાદવે મોટો દાવ રમ્યો છે. સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે નિર્ણય કર્યો કે લોકસભાની ચૂંટણીમાં તે કઈ સીટ પરથી ચૂંટણી લડશે. સમાજવાદી પક્ષ દ્વારા બહાર પાડવામાં આવેલી નવી યાદી અનુસાર અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે. અખિલેશનું કદ વધ્યું  આ સાથે જ સપાના વરિષ્ઠ નેતા અને પોતાના […]

Braking News : અખિલેશ યાદવ લડશે આઝમગઢની બેઠક પરથી ચૂંટણી, શું મુલાયમ સિંહ યાદવ થયા કમજોર નેતા ?
| Updated on: Mar 24, 2019 | 5:50 AM

એક તરફ પોતાને કિંગ મેકર બનવાની વાત કરતાં અખિલેશ યાદવે મોટો દાવ રમ્યો છે. સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે નિર્ણય કર્યો કે લોકસભાની ચૂંટણીમાં તે કઈ સીટ પરથી ચૂંટણી લડશે. સમાજવાદી પક્ષ દ્વારા બહાર પાડવામાં આવેલી નવી યાદી અનુસાર અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે.

અખિલેશનું કદ વધ્યું 

આ સાથે જ સપાના વરિષ્ઠ નેતા અને પોતાના વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચામાં રહેતાં આઝમ ખાન રામપુરથી ચૂંટણી લડશે. આ અગાઉ એવા અહેવાલો હતા કે સમાજવાદી પક્ષ (એસપી) અધ્યક્ષ અખિલેશ યાદવ તેમની પત્નીની સીટ કન્નૌજથી આગામી લોકસભા ચૂંટણી લડશે.

હવે સમાજવાદી પાર્ટીએ આવા અહેવાલોનો અંત લાવી દીધો છે અને હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે એસપી વડા અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે. ખાસ વાત એ છે કે આઝમગઢની બેઠક સમાજવાદી પાર્ટીનું ગઢ માનવામાં આવી છે. જ્યાંથી લાંબા સમય સુધી સપાનું રાજ રહ્યું છે.

આ પણ વાંચો : શું વડાપ્રધાન મોદી ગુજરાતના બદલે દક્ષિણની આ બેઠક પરથી લડશે ચૂંટણી ? વારણસી પછી બેંગલુરૂ બેઠક પર મોદીનું નામ ચર્ચામાં

70ના દશક પછી સપા અહીં જીત મેળવતું રહ્યું છે. જો કે 2009માં ભાજપ અહીં જીત મેળવી શક્યું હતું. પરંતુ 2014માં મોદી લહેર હોવા છતાં પણ અખિલેશ યાદવના પિતા મુલાયમ યાદવ અહીંથી જીત મેળવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]