પેટ્રોલ-ડીઝલમાં એક્સાઈઝ અને VAT ઘટાડવા બદલ નીતિન પટેલે PM મોદી અને CM ભુપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા

|

Nov 04, 2021 | 2:58 PM

ગઈકાલે 3 નવેમ્બરે દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

GANDHINAGAR : પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલા ઘટાડા બદલ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારને અભિનંદન આપ્યા છે. નીતિન પટેલે ટ્વિટ કર્યુ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 7 રૂપિયાનો ઘટાડો કરીને સરકારે કરોડો વાહનચાલકો, ટ્રાન્સપોર્ટરો, ખેડૂતો અને ઉદ્યોગકારોને રાહત આપી છે.

એક ટ્વીટમાં તેમણે લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત સરકાર દ્વારા લેવાતી ડીઝલ પરની એક્સાઈઝ દડ્યુટીમાં 1 લીટરે 10 રૂપિયા અને પેટ્રોલ પરની એક્સાઈઝ દડ્યુટીમાં 1 લીટરે 5 રૂપિયાનો ઘટાડો કરેલ છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. જેનો લાભ કરોડો વાહનચાલકો, ટ્રાન્સપોર્ટરો, ખેડૂતો અને ઉદ્યોગકારોને મળશે. આવો પ્રજાલક્ષી નિર્ણય કરવા બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખુબ ખુબ અભિનંદન.

તો રાજ્ય સરકારને ઉદ્દેશીને કરેલી બીજી ટ્વીટમાં તેમણે લખ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વવાળી ભારત સરકાર દ્વારા પેટ્રોલ – ડિઝલના ભાવમાં રાહત આપ્યાં બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા ભારત સરકાર ના ઘટાડા ઉપરાંત પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ. 7 તથા ડિઝલમાં પ્રતિ લીટર રૂ. 7 નો ઘટાડો કરી કરોડો વાહનચાલકો – ટ્રાન્સપોર્ટરો , ખેડૂતો અને ઉધોગકારોને રાહત આપી છે. તે બદલ અભિનંદન. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં થયેલ ઘટાડાને કારણે ગુજરાતના વાહનચાલકોને પેટ્રોલમાં લિટરે રૂ.3.12 અને ડીઝલમાં લિટરે રૂ.17 ના ઘટાડાનો લાભ થશે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે 3 નવેમ્બરે દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર દ્વારા ભાવમાં ઘટાડા બાદ આજે 4 નવેમ્બરથી નવા ભાવ અમલમાં આવી ગયા છે.

કેન્દ્રએ પણ રાજ્યોને વેટ ઘટાડવાની અપીલ કરી હતી. આ પછી આસામે પહેલા વેટમાં ઘટાડો કર્યો. કેન્દ્રની અપીલની અસર બીજેપીની આગેવાની હેઠળના NDA શાસિત બાકીના રાજ્યો પર જોવા મળી હતી અને મોડી રાત સુધીમાં ગુજરાત સહીત કુલ 10 રાજ્યોએ વેટના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, હરિયાણા, ગોવા, કર્ણાટક, આસામ, મણિપુર અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Diwali 2021 : PM મોદીએ ડયુટી દરમિયાન જીવ ગુમાવનારા જવાનોને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- નૌશેરાના સિંહોએ હંમેશા આપ્યો છે જડબાતોડ જવાબ

 

Next Video