
ઉજ્જવલા યોજના હેઠળ, કેન્દ્ર સરકાર ગરીબી રેખા હેઠળના પરિવારોને સબસિડીવાળા એલપીજી સિલિન્ડર આપે છે. હાલમાં સરકાર એલપીજી સિલિન્ડર દીઠ 300 રૂપિયાની સબસિડી આપી રહી છે. એટલે કે સરકાર આ યોજનાના લાભાર્થીઓને માત્ર 600 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપી રહી છે. જો તમે આ યોજનાના લાભાર્થી છો અને તમે એ જાણતા નથી કે સબસિડીની રકમ તમારા ખાતામાં જમા થઈ રહી છે કે નહીં, તો તમે આ રીતે તમે તપાસ કરી શકો છો.
કેન્દ્ર સરકારે વર્ષ 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકાર ગરીબ લોકોને મફત એલપીજી કનેક્શન આપે છે. ખાસ વાત એ છે કે આ કનેક્શન માત્ર મહિલાઓના નામે જ આપવામાં આવે છે. સરકારે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 9.60 કરોડ એલપીજી કનેક્શન આપ્યા છે. તેમજ 75 લાખ વધુ લાભાર્થીઓને ઉમેરવાની જાહેરાત કરવામાં આવી છે.
ઉજ્જવલા યોજના હેઠળ, લાભાર્થીઓ એક વર્ષમાં સબસિડી પર 12 એલપીજી સિલિન્ડર ખરીદી શકે છે. સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે એલપીજી સિલિન્ડર પર સબસિડી માત્ર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ આપવામાં આવશે. બાકીના લોકોએ બજાર કિંમત પર જ LPG સિલિન્ડર ભરાવાનું રહેશે. સરકાર ગરીબી રેખા નીચે (બીપીએલ) પરિવારોને મફત રાંધણ ગેસ કનેક્શન આપે છે.
સબસિડીનો લાભ લેવા માટે લાભાર્થીએ આધાર નંબરને એલપીજી કનેક્શન સાથે લિંક કરવો પડશે. 14.2 કિલોના એલપીજી સિલિન્ડર પર સબસિડી મળે છે. એલપીજી પર મળતી સબસિડી સરળતાથી ઓનલાઈન ચેક કરી શકાય છે. આ માટે તમારે My LPG www.mylpg.in સાઇટ પર જવું પડશે.
આ પણ વાંચો જો સોય પ્રકાશની ગતિએ પૃથ્વી પર અથડાય તો શું થાય ? જુઓ વીડિયો
ત્રણ ગેસ કંપનીઓના નામ અહીં જોવા મળશે. તમે જે કંપની પાસેથી કનેક્શન લીધું છે તેના પર ક્લિક કરો. આ પછી એક નવું પેજ ખુલશે. આમાં તમે ફીડબેક ઓપ્શન પર ક્લિક કરો. ત્યાર બાદ એક પછી એક કસ્ટમર પેજ ખુલશે. તેમાં તમારો મોબાઈલ નંબર અને એલપીજી કનેક્શન નંબર નાખતા જ તમને એલપીજી સંબંધિત તમામ માહિતી મળી જશે.