
જનરલ નોલેજ માટે ક્વિઝ એ એક અસરકારક માધ્યમ છે, જેના દ્વારા ઉપયોગી પ્રશ્નો ખૂબ જ ઓછા સમયમાં તમે યાદ રાખી શકો છો. જનરલ નોલેજમાં વિજ્ઞાન, ઈતિહાસ, ભૂગોળ, સાહિત્ય સહિતના અનેક વિષયોના સમાવેશ થાય છે. જનરલ નોલેજ એ IAS-IPS પરીક્ષાની તૈયારી હોય કે પછી અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા દરેક જગ્યાએ જનરલ નોલેજ તમને ઉપયોગી થઈ શકે છે. અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ, જે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
પ્રશ્ન – દેશનો પ્રથમ નેનો લિક્વિડ DAP ખાતર પ્લાન્ટ તાજેતરમાં ક્યાં શરૂ થયો છે?
જવાબ – ગૃહ પ્રધાન અમિત શાહે 24 ઓક્ટોબરે ગાંધીનગરના કલોલમાં ભારતના પ્રથમ નેનો લિક્વિડ DAP ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે
પ્રશ્ન – એક અઠવાડિયામાં કેટલી મિનિટો હોય છે?
જવાબ – 10,080 મિનિટ
પ્રશ્ન – હોસ્પિટલ સેવાના ડીજી બનનાર પ્રથમ મહિલા એર માર્શલ કોણ છે?
જવાબ – એર માર્શલ સાધના સક્સેના નાયર
પ્રશ્ન – વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ પોસ્ટ ઓફિસ છે?
જવાબ – ભારત
પ્રશ્ન – હવા મહેલ ક્યાં આવેલો છે?
જવાબ – જયપુરમાં
પ્રશ્ન – ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું છે?
જવાબ – ગોવા
પ્રશ્ન – ભારતમાં લાઇસન્સ મેળવવાની ઉંમર કેટલી છે?
જવાબ – 18 વર્ષ
પ્રશ્ન – કયા દેશના લોકો સૌથી વધુ ચા પીવે છે?
જવાબ – ભારતના લોકો
પ્રશ્ન – પર્વતોની રાણી કોને કહેવાય છે?
જવાબ – મસૂરી
પ્રશ્ન – ભારતનું સૌથી મોંઘું શહેર કયું છે?
જવાબ – મુંબઈ
પ્રશ્ન – ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે?
જવાબ – મેઘાલયમાં
પ્રશ્ન – કયા દેશમાં સૌથી વધુ કમ્પ્યુટર છે?
જવાબ – અમેરિકા
પ્રશ્ન – પુખ્ત માનવીના શરીરમાં કેટલા હાડકાં હોય છે?
જવાબ – 206
પ્રશ્ન – ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે?
જવાબ – ભારત રત્ન
આ પણ વાંચો જીકે ક્વિઝ : દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ છે, તો બીજા અને ત્રીજા નાગરિક કોણ છે ?
પ્રશ્ન – દેશનું સૌર ઉર્જાથી સંચાલિત પ્રથમ એરપોર્ટ કયું હતું ?
જવાબ – કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ
કેરળમાં આવેલા કોચીન એરપોર્ટને સંપૂર્ણપણે સૌર ઊર્જા પર ચાલતું પ્રથમ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ દ્વારા કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ કેરળને પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત એરપોર્ટ તરીકે માન્યતા આપી હતી. પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપમાં બનેલ ભારતનું આ પહેલું એરપોર્ટ છે. તે કેરળનું સૌથી મોટું અને વ્યસ્ત એરપોર્ટ છે. એરપોર્ટ પર 45 એકર વિસ્તારમાં ફેલાયેલો છે આ સોલાર પાવર પ્લાન્ટ છે.
Published On - 7:48 pm, Tue, 31 October 23