
આ ટેકનોલોજીનો યુગ છે. આપણી પેઢી પણ ગેજેટ ફ્રેન્ડલી જનરેશન છે, આવી સ્થિતિમાં લેટેસ્ટ ગેજેટ્સનો ઉપયોગ કરવો સ્વાભાવિક છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ગેજેટ્સ આપણા જ શરીર અને સ્વાસ્થ્ય માટે નુકસાન કરી શકે છે અને આપણા સૌની બોડી અને સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસરો થાય છે ખરેખર, નિષ્ણાતો કહે છે કે ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ આપણને તેના આદી અને શારીરિક અને માનસિક રીતે નુકસાન પહોચાડે છે. આજે જેનો સૌથી વધુ ઉપયોગ થતો હોય તે છે ગીતો સાંભળવા માટે ઈયર ફોન કે હેડફોન.
ગીતો સાંભળવાથી લઈને કોઈ ઓનલાઈન મીટીંગમાં હોય આપણે સૌ ઈયરફોન કે હેડફોનનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ બંને આપણા માટે જોખમી છે.
વાસ્તવમાં, આ બંનેનો વધુ પડતો ઉપયોગ સાંભળવાની ક્ષમતા પર અસર કરે છે. પરંતુ આવી સ્થિતિમાં લોકોના મનમાં વારંવાર પ્રશ્ન થાય છે કે ઈયર ફોન અને હેડ ફોન બન્ને માંથી શું વધુ સુરક્ષિત છે, તો ચાલો જાણીએ. વાસ્તવમાં ઇયરફોન હોય કે હેડફોન, બંને આપણા કાનને નુકસાન પહોંચાડે છે, પરંતુ જ્યારે બેમાંથી એકને પસંદ કરવાની વાત આવે છે, ત્યારે આપણે હેડફોન પસંદ કરવું જોઈએ. તેની પાછળ ઘણા કારણો છે.
ઇયરફોન અને હેડફોનને લઈને લોકોમાં ઘણીવાર ચર્ચા થતી રહે છે. ઘણા લોકો ઈયરફોનને કાન માટે સુરક્ષિત માને છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો હેડફોનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. હવે સવાલ એ છે કે આ બેમાંથી કઈ વસ્તુ કાન માટે વધુ ફાયદાકારક છે?
(Video credit: dr.rachna.ent)
આજકાલ મોટાભાગના લોકો ઈયરફોન કે હેડફોનનો ઉપયોગ કરે છે. આ બંને વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ કાન માટે જોખમી માનવામાં આવે છે. દરરોજ કલાકો સુધી ઈયરફોન કે હેડફોનનો ઉપયોગ કરવાથી કાનને નુકસાન થાય છે અને બહેરાશનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, ડોકટરો હંમેશા લોકોને ઓછામાં ઓછા થોડા સમય માટે ઇયરફોન અથવા હેડફોનનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.
Published On - 2:06 pm, Fri, 8 December 23