પૃથ્વી પરથી 5 સેકન્ડ માટે ઓક્સિજન ગાયબ થઇ જાય તો? ક્યારેય વિચાર્યો નહીં હોય આવો મહાપ્રલય

|

Jun 05, 2021 | 12:11 PM

આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક રસપ્રદ માહિતી આપની સાથે શેર કરવી છે. શું તમે ક્યારય વિચાર્યું છે કે આ પૃથ્વી પરથી જો માત્ર 5 સેકન્ડ માટે ઓક્સિજન ગાયબ થઇ જાય તો શું થાય?

પૃથ્વી પરથી 5 સેકન્ડ માટે ઓક્સિજન ગાયબ થઇ જાય તો? ક્યારેય વિચાર્યો નહીં હોય આવો મહાપ્રલય
રચનાત્મક તસ્વીર

Follow us on

કોરોના કાળમાં ઓક્સિજનનું મહત્વ સૌને સમજાઈ ગયું. આ બીજી લહેર દરમિયાન ઓક્સિજનની (Oxygen) ઉણપના કારણે કેટલાય બાળકોના માથેથી માતા પિતાની છાયા જતી રહી. કેટલાય ઘરમાં સદાય માટે શોક થઇ ગયો. આવા સમયે સોશિયલ મીડિયા પર વૃક્ષના મહત્વ અને વૃક્ષ વાવવાની વાતોની પણ લહેર આવી.

હકીકતમાં તો ભાગ્યે જ કોઈ સારા માણસોએ વૃક્ષ વાવ્યા હશે. કોરોના બાદ તાઉ’ તે વાવાઝોડું પણ આવ્યું. કોરોના, વાવાઝોડા અને સોશિયલ મીડીયાના જ્ઞાનની લહેરોથી બચીને આજે સૌ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી રહ્યા છે.

આજના વિશ્વ પર્યાવરણ દિવસ (world environment day) નિમિત્તે એક રસપ્રદ માહિતી આપની સાથે શેર કરવી છે. શું તમે ક્યારય વિચાર્યું છે કે આ પૃથ્વી પરથી જો માત્ર 5 સેકન્ડ માટે ઓક્સિજન ગાયબ થઇ જાય તો શું થાય?

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જેબો જ ઓક્સિજન ગાયબ થઈ જશે, પૃથ્વીનું વાતાવરણ અત્યંત ઠંડુ થઈ જશે. અને જ્યારે ઓઝોનનું સથર અડધું થઇ જશે ત્યારે દરિયા કિનારે સન બાથ લઈ રહેલા લોકો આંખના પલકારામાં સનબર્નથી બળી જશે. આકાશનો રંગ વાદળી નહીં પણ કાળો જોવા મળશે. ચારે બાજુ અંધારું થઈ જશે.

ઓક્સિજન ગાયબ થવાથી તરત જમીન તૂટી જશે અને પૃથ્વી પરના તમામ જીવંત પ્રાણીઓ સહીત જમીન 10-15 કિલોમીટર નીચે પડી જશે. આપણે જાણીએ છીએ કે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ 88.8% હોય છે. ઓક્સિજનની ગેરહાજરીમાં પાણી હાઇડ્રોજન વાયુની સ્થિતિમાં ફેરવાઈ જશે અને તેનું પ્રમાણ પણ ઘણી હદ સુધી વધશે.

આવી સ્થિતિમાં શ્વાસ અટકી જવાથી વ્યક્તિ ફૂલીને ફાટી જશે. પૃથ્વીની ગોદમાં રહેલા દરેક જીવના મોત આ રીતે જ થશે. સૌ પ્રથમ કાનનો પડદો ફાટી જશે.

કોઈ હોલીવુડ ફિલ્મ જેવું લાગતું આ વર્ણન માત્ર 5 સેકન્ડની ઓક્સિજનની અનઉપસ્થિતિના કારણે હકીકતમાં પરિણમશે. તો તમે આ પરથી જ વિચારી શકો છો કે ઓક્સિજન કેટલો જરૂરી છે. અને આના માટે વૃક્ષ વાવવા કેટલા જરૂરી છે.

તો આ સમય અને આજના પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખીને પર્યાવરણના જતનનો પ્રણ લેવો જરૂરી બન્યો છે. માણસોએ જ પોતાનું કર્તવ્ય સમજીને આ સૃષ્ટીનું જતન કરવું જ રહ્યું.

 

આ પણ વાંચો: દેશની સૌથી સસ્તી વેક્સિન હશે Corbevax, કેન્દ્ર સરકારે પ્રિ-બુક કરાવ્યા 30 કરોડ ડોઝ, જાણો કિંમત

આ પણ વાંચો: સામાન્ય જ્ઞાન: જીન્સમાં કેમ હોય છે નાના ખિસ્સા? ઈતિહાસ સાથે સંકળાયેલું છે કારણ, જાણો

Next Article