Photos: ચીનમાં 1000 વર્ષ પછી ભયંકર વરસાદ, હોસ્પિટલોમાં ભરાયા પાણી, ટ્રેનમાં ડૂબ્યા લોકો

|

Jul 23, 2021 | 4:32 PM

China Floods: ચીનમાં આ સમયે પૂરને કારણે ભારે તબાહી થઈ છે અને ઘણા લોકોનાં મોત નીપજ્યાં છે. ભારે વરસાદ બાદ પૂરનાં પાણી હોસ્પિટલો અને રસ્તાઓ પર ભરાયા છે. જેના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

1 / 8
ચીનના એક હજાર વર્ષમાં થયેલા સૌથ્ગી ભારે વરસાદમાં મૃત્યુઆંક વધીને 33 પર પહોંચી ગયો છે, તેમજ આઠ લોકો ગુમ છે. પૂરગ્રસ્ત ઝેંગઝોઉ શહેરના અધિકારીઓ પૂરના પાણી (China Floods Damage) દ્વારા હોસ્પિટલોમાં ફસાયેલા દર્દીઓ અને તબીબી કામદારોને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી છે.

2 / 8
પ્રાંતીય ઇમરજન્સી મેનેજમેંટ વિભાગે જણાવ્યું હતું કે હેનાન પ્રાંતમાં પડેલા મુશળધાર વરસાદથી લગભગ 30 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે અને કુલ 3,76,000 સ્થાનિક લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે (China Slammed by Floods). સરકાર દ્વારા સંચાલિત શિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલમાં જણાવાયું છે કે, ગંભીર પૂરના એક દિવસ બાદ અધિકારીઓએ પૂરના પાણી ભરાયેલી હોસ્પિટલોમાંથી દર્દીઓને બહાર કાઢવાના પ્રયાસ ચાલુ રાખ્યો છે.

3 / 8
પૂરના કારણે સબવે સ્ટેશનો છલકાઇ જતા 12 લોકોના મોત અને પાંચ લોકો ઘાયલ થયા હતા. મંગળવારે રાત્રે ઝડપથી વધી રહેલા પૂરનું પાણી સબવે ટ્રેનમાં ઘુસી ગયું હતું, જેના કારણે મુસાફરો મોતને ભેટ્યા હતા. દિવાલ ધરાશાયી થતાં અન્ય બે લોકોના મોત (China Floods Latest News) થયા. ચીનના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વિડીયોમાં એવું જોવા મળી રહ્યું છે કે પૂરનું પાણી ટ્રેનમાં ફસાયેલા મુસાફરોના ગળા સુધી પહોંચી ગયું છે અને ગભરાઈ ગયેલા મુસાફરો હેન્ડલબારને પકડીને મદદની રાહ જોઈ રહ્યા છે.

4 / 8
હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ, ગાઓ ચુઆન્યૂએ શિન્હુઆને જણાવ્યું, "1,075 દર્દીઓ, જેમાંથી 69 લોકો ગંભીર હાલતમાં છે, તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિજનોની સંખ્યા આશરે 1,300 છે. શિન્હુઆના અહેવાલ મુજબ, ભારે વરસાદને કારણે 2,15,200 હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. આને કારણે લગભગ 1.22 અબજ યુઆન (લગભગ 18.86 કરોડ યુએસ ડોલર) નું સીધું આર્થિક નુકસાન થયું છે.

5 / 8
હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વરસાદનો આ કહેર ભાગ્યે જ જોવા મળે છે. ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં 1.26 કરોડ વસ્તીવાળા પ્રાંતની રાજધાની ઝેંગઝોઉમાં જાહેર સ્થળો અને 'સબવે ટનલ' છલકાઇ છે. ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ છેલ્લા એક હજાર વર્ષમાં પ્રથમ વાર આવા ભારે વરસાદ બાદ એક ડેમને વિસ્ફોટકથી ઉડાવી દીધો જેથી નદીમાં વધતા પાણીને અટકાવી શકાય.

6 / 8
હેનાનની ઘણી હોસ્પિટલો પૂરથી પ્રભાવિત થઈ છે અને દર્દીઓ, તેમના પરિવારો અને તબીબી કામદારો અંદર ફસાયા છે. ફુવાઈ હોસ્પિટલમાં પૂરનું પાણી પ્રવેશ્યું છે (China Flood 2021 Today). ગુરુવારે, બચાવ કાર્યકરોએ દર્દીઓ, તેમના પરિવારો અને તબીબી કામદારોને અન્ય સ્થળોએ લઈ જવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં લગભગ પાંચ હજાર લોકોના સ્થળાંતર કરાયા છે.

7 / 8
સત્તાવાર મીડિયા દ્વારા જારી કરાયેલા વિડીયોમાં બચાવ કાર્યકરો સબવે ટનલમાં ફસાયેલા લોકોને બચાવતા જોઇ શકાય છે. વિડીયોમાં કાર અને અન્ય વાહનો પાણીમાં તરતા જોવા મળે છે, જ્યારે અન્ય ઘણા વિડીયોમાં લોકો રસ્તાઓ પર જોવા મળે છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે (Xi Jinping) પૂરની પરિસ્થિતિને ગંભીર ગણાવી પીએલએ તૈનાત કરવાનો આદેશ આપ્યો અને કહ્યું કે તમામ સ્તરે અધિકારીઓએ જીવન અને સંપત્તિની સલામતીને ટોચની અગ્રતા આપવી જોઈએ.

8 / 8
શિન્હુઆએ શીને ટાંકીને જણાવ્યું હતું કે વરસાદને કારણે પૂર નિયંત્રણની પરિસ્થિતિ વકરી છે, જેના કારણે ઝેંગઝોઉ અને અન્ય શહેરોમાં વ્યાપક પાણી ભરાયા છે. અનેક નદીઓમાં પાણી જોખમી સ્તરે પહોંચી ગયું છે. ઝેંગઝોઉ રેલ્વે સ્ટેશન પર 160 થી વધુ પેસેન્જર ટ્રેનોને રોકવામાં આવી હતી. ઝેંગઝોઉ એરપોર્ટ પર 260 ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે.

Next Photo Gallery