Ryanair એરલાઇને મુસાફરો માટે માર્ગદર્શીકા જાહેર કરી છે કે જેઓ સામાન્ય રીતે કાળા, નેવી અથવા ગ્રે સૂટકેસ સાથે મુસાફરી કરે છે – તેમને ચેકઇન સમયે કોઈપણ સમસ્યાઓ ટાળવા માટે તેમના બેગના કલરમાં ફેરફાર કરવા વિનંતી કરી છે.
અગ્રણી યુરોપીયન એરલાઈને સંભવિત હોલિડેમેકર્સને તેમના ચેક-ઈન સામાનને કેરોયુઝલ પર વધુ સજાગ બનાવવાની સલાહ આપી છે કારણ કે ઘણા લોકો પાસે એક સરખા રંગની બેગ હોય છે. Ryanair તરફથી એક નિવેદન આપવામાં આવ્યું છે કે “કેરોયુઝલ પર તમારા ચેક-ઇન કરેલા સામાનને જોવાનું સરળ બનાવો, ખાસ કરીને જો તમારા સુટકેસનો રંગ કાળો, નેવી અથવા ગ્રે ( 99.9 ટકા લોકો આજ કલરની બેગ યુઝ કરે છે) રાખવાનું અવોઇડ કરો, જેથી તમારે ચેકઇન સમયે સામાન શોધવામાં મુશ્કેલી ન પડે”
એરલાઈને પેસેન્જરોને તેમના પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આઈડી કાર્ડની ફોટોકોપી કરવા અને ઇમરજન્સીમાં તેને પોતાના ઈમેલમાં રાખવાનું પણ સૂચન કર્યું છે. એવી ભલામણ કરવામાં આવે છે કે મુસાફરો આ દસ્તાવેજોના ફોટા લે અને જેથી ઇમરજન્સીની સ્થિતીમાં તેનો ઉપયોગ કરી શકાય.
જો તમને તમારી બેગ ખોવાઈ જવાની ચિંતા હોય, તો સામાનમાં ટેગ કે રીબીન કે નિશાન કરી શકો છો. એ તમારા અને એરપોર્ટના સ્ટાફના સભ્યો બંને માટે તમારી બેગને ઓળખવામાં મદદ કરવાનું સરળ બનાવી શકે છે અને બેગ ખોવાઇ જવા વાળી સ્થિતીમાં પણ નિશાની આપી તેને સરળતાથી શોધી શકાય છે.
આખું નામ: તમારા પાસપોર્ટ પર દેખાય છે તેમ તમારું પૂરું નામ લખો, તમારા દેશના કોડ સાથે કોન્ટેક નંબર લખો, તથા તમારૂ ઇમેલ આઇડી પણ લખો. જેથી એરલાઇન સ્ટાફને તમારો સામાન શોધવામાં અને જો તેઓ ગુમ થઈ જાય તો સુરક્ષિત રીતે પરત કરવામાં મદદ કરે છે.