પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર ભારત સામે પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પુલાવામા હુમલા પર દેશના વડાપ્રધાનને જ ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. બુધવારે ઝરદારીએ કહ્યું કે, મને લાગે છે કે આ ઘણી ખતરનાક સ્થિતિ છે. જો ભારતને શંકા છે તો આપણે કો-ઓપરેટ કરવું જોઈએ.
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઝરદારીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન હુમલો બોલતાં કહ્યું હતું કે જો તમને આંતરરાષ્ટ્રીય અલગાવવાદ નથી દેખાઈ રહ્યો તો હું દેખાડી શકું છું. હું તમારા એમ્બેસેડર અને ઓળખનારને પુછુ છું કે તમારા લોકોમાંથી મને આંતરરાષ્ટ્રીય સ્તરે ફક્ત એક નામ આપો, જે ઇમરાન ખાનનો મિત્ર હોય?
આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીની વેબસાઈટ પર એવું તે શું લખાયું કે કોંગ્રેસની ઉડવા લાગી મજાક ?
ઝરદારીએ સાથે કહ્યું કે ઇમરાન ખાન પરિપક્વ નેતા નથી. તેને ખબર નથી કે આંતરરાષ્ટ્રીય રાજનીતિ કેવી રીતે સંભાળવાની છે. આ શીખવા માટે તેને હજુ ઘણો સમય લાગશે. પુલાવામા હુમલા પછી પાક. વડાપ્રધાન એક તરફથી ભારત પર આરોપ લગાવનાર નિવેદન આપી રહ્યા હતા ત્યારે તેમના જ દેશમાં તેમની સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
[yop_poll id=1636]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]