PM મોદી આવતા અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્રને કરશે સંબોધિત, આ મોટી સમસ્યાઓ પર થશે વાત

|

Jun 11, 2021 | 12:36 PM

રણના વધારા સામે લડવા માટે સંયુક્ત રાષ્ટ્રના સંમેલન હેઠળ પક્ષોની સભાના 14 માં સત્રના અધ્યક્ષ (UNCCD COP-14 અધ્યક્ષ) PM મોદી 14 જૂનની સવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વર્ચ્યુઅલ ઉચ્ચ-સ્તરની બેઠકને સંબોધિત કરશે.

PM મોદી આવતા અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્રને કરશે સંબોધિત, આ મોટી સમસ્યાઓ પર થશે વાત
PM મોદી

Follow us on

ભારત ફરી એક વખત રણ, ભૂમિ ક્ષરણ અને દુષ્કાળ (Desertification, Land Degradation and Drought) અંગે વૈશ્વિક પરિષદનું આયોજન કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે રણ, ભૂમિ ક્ષરણ અને દુષ્કાળ અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વર્ચ્યુઅલ ઉચ્ચ-સ્તરની બેઠકને સંબોધન કરશે. આ પરિષદનો હેતુ દુષ્કાળ (રણદ્વીપ) ની સમસ્યાનો સામનો કરવા અને જમીનની ફળદ્રુપતા વધારવા માટેની નવી યોજનાઓ પર સંમત થવાનો છે.

મહાસભા અધ્યક્ષના કાર્યાલય તરફથી એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રણના વધારા સામે લડવા માટે સંયુક્ત રાષ્ટ્રના સંમેલન હેઠળ પક્ષોની સભાના 14 માં સત્રના અધ્યક્ષ (UNCCD COP-14 અધ્યક્ષ) PM મોદી 14 જૂનની સવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વર્ચ્યુઅલ ઉચ્ચ-સ્તરની બેઠકને સંબોધિત કરશે. સીઓપી -14 સંમેલનમાં મંત્રી, વૈજ્ઞાનિકો, સરકારના પ્રતિનિધિઓ, બિન-સરકારી સંસ્થાઓ અને સભ્ય દેશોના વિવિધ સમુદાય જૂથો શામેલ હશે. યુએનની ઉપ સચિવ-મહામંત્રી અમીના મોહમદ પણ આ ઉચ્ચ-સ્તરીય પરિષદમાં ભાગ લેશે.

PM મોદીએ કર્યું 14માં સત્રનું ઉદ્ધઘાટન

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

તમને જણાવી દઈએ કે PM મોદીએ સપ્ટેમ્બર 2019 માં રણ સામે લડવા માટે UN સંમેલનના ઉચ્ચ સ્તરીય 14માં સત્રનું ઉદ્ધઘાટન કર્યું હતું. UNCCD એકમાત્ર આંતરરાષ્ટ્રીય કરાર છે જે કાયદાકીયરૂપે પર્યાવરણીય અને વિકાસના મુદ્દાઓ પર બંધનકારક છે. રણના પડકારનો સામનો કરવા માટેના આંતરરાષ્ટ્રીય પ્રયાસો અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 17 ડિસેમ્બરે વિશ્વ ડિઝર્ટિફિકેશન અને દુષ્કાળ નિવારણ દિવસ મનાવવામાં આવે છે.

રણ અને દુષ્કાળની સમસ્યા

આજે વિશ્વ અનેક સમસ્યા સામે લડી રહ્યું છે. જેમાં રણની સમસ્યા પણ એક મોટી સમસ્યા માનવામાં આવે છે. આડેધડ જંગલનો નાશ અને પર્યાવરણને નુકસાન પહોંચાડવાના કાર્યોને કારણે ધરતી સતત સુકાઈ રહી છે. ઉપજાઉ જમીન પણ રણમાં બદલાઈ રહી છે. રણ વધારાથી વનસ્પતિ અને પ્રકૃતિને નુકસાન થાય છે. સાથે કૃષિ ઉત્પાદકતા, પશુધન અને મૌસમી ઘટનાઓ પર પણ અસર પડે છે.

જો આ સમસ્યા સામે જલ્દી જ એકસન ન લેવામાં આવી તો વિશ્વની મોટી સંખ્યાને ખોરાક અને પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. આ સમસ્યાઓ સામે લડવા માટે સંયુક્ત રાષ્ટ્ર રણ રોકથામ અભીસમય (UNCCD) પર વિશ્વના દેશો એકઠા થયા છે.

વિશ્વની 40 ટકા વસ્તી પર અસર

UN ના જણાવ્યા અનુસાર ઘરતીની પાંચમાં ભાગની ભૂમિ ખરાબ થઇ ગઈ છે. જેમાં કૃષિ ભૂમિનો અડધાથી વધુ ભાગ સામેલ છે. જેનાથી 3.2 અરબ લોકોની આજીવિકાને પણ પ્રાભાવિત કર્યા છે. જે વૈશ્વિક આબાદીના 40 ટકા છે. જો હવે જમીનના પ્રબંધનની રીતને નહીં બદલવામાં આવે તો 40 ટકા સુધીમાં 90% જમીન દુષ્કાળગ્રસ્ત હશે. જે જળવાયુ પરિવર્તન અને જૈવ વિવિધતાના નુકસાનને વધારશે. સાથે જંગલમાં આગ અને અનેક સમસ્યાનું કારણ બનશે.

 

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મ માટે 12 વર્ષ બાદ છોડ્યો અંજલી ભાભીનો રોલ, અગાઉ આ ફિલ્મ પણ કરી હતી નેહા મહેતાએ

આ પણ વાંચો: PNB Scam માં ભાગેડુ ચોકસીની પત્ની પ્રીતિ પણ હતી ભાગીદાર! ચોંકાવનારી માહિતી આવી સામે

Next Article