ચીન સામે ભારતની વધુ એક ડીજીટલ સ્ટ્રાઈક, ચીનની વધુ 47 મોબાઈલ એપ્લીકેશન પ્રતિબંધિત

|

Jul 27, 2020 | 7:23 AM

ભારતે ચીન સામે વધુ એક ડીજીટલ સ્ટ્રાઈક કરી છે. ચીનની વધુ 47 મોબાઈલ એપ્લીકેશનને ભારતમાં પ્રતિબંધિત જાહેર કરી છે. પ્રતિબંધિત કરેલ 47 મોબાઈલ એપ્લીકેશન, અગાઉ પ્રતિબંધિત કરાયેલ 59 મોબાઈલ એપ્સના ક્લોન તરીકે કામ કરતી હતી. મોબાઈલમાંથી વિવિધ પ્રકારના ડેટાની ચોરી કરતી હોવાના કારણે 47 મોબાઈલ એપ્સ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રકારે ભારતે ચીનને સ્પષ્ટ […]

ચીન સામે ભારતની વધુ એક ડીજીટલ સ્ટ્રાઈક, ચીનની વધુ 47 મોબાઈલ એપ્લીકેશન પ્રતિબંધિત

Follow us on

ભારતે ચીન સામે વધુ એક ડીજીટલ સ્ટ્રાઈક કરી છે. ચીનની વધુ 47 મોબાઈલ એપ્લીકેશનને ભારતમાં પ્રતિબંધિત જાહેર કરી છે. પ્રતિબંધિત કરેલ 47 મોબાઈલ એપ્લીકેશન, અગાઉ પ્રતિબંધિત કરાયેલ 59 મોબાઈલ એપ્સના ક્લોન તરીકે કામ કરતી હતી. મોબાઈલમાંથી વિવિધ પ્રકારના ડેટાની ચોરી કરતી હોવાના કારણે 47 મોબાઈલ એપ્સ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રકારે ભારતે ચીનને સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે કે, જો તમે ભારત સાથે સીમા વિવાદ સર્જશો તો ભારત તમારી આર્થિક તાકાત ઉપર સીધો જ ઘા કરશે. અગાઉ 29 જૂનના રોજ પ્રતિબંધ મૂકાયેલ 59 મોબાઈલ એપ્સમાંથી કેટલાક કંપની કે જે ખાસ કરીને હોંગકોગ અને સીગાપુર સ્થિત હતી તેવી કંપનીઓએ ભારતમાં નવા નામે મોબાઈલ એપ્સ લોંચ કરી હતી. ભારત હજુ પણ કેટલીક વધુ મોબાઈલ એપ્સ ઉપર પ્રતિબંધ મૂકશે તેવી સંભાવના છે.

Next Article