મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના મુદ્દે ભારત-પાકિસ્તાન કરતાં હવે અમેરિકા-ચીન સામ-સામે, ચીનની મુશ્કેલી અમેરિકાએ વધારી દીધી

|

Mar 29, 2019 | 2:13 AM

અમેરિકાએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માગ કરતો એક મુસદ્દા ઠરાવ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં રજૂ કર્યો છે. અમેરિકાના આ પગલાંને લીધે અમેરિકા અને ચીન વચ્ચે સંઘર્ષ ઉગ્ર બને તેવી સંભાવના છે. માર્ચ મહિનાના પ્રારંભે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મસૂદ અઝહરનો સમાવેશ સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધાત્મક યાદીમાં કરવાની માગને ચીને […]

મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના મુદ્દે ભારત-પાકિસ્તાન કરતાં હવે અમેરિકા-ચીન સામ-સામે, ચીનની મુશ્કેલી અમેરિકાએ વધારી દીધી

Follow us on

અમેરિકાએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માગ કરતો એક મુસદ્દા ઠરાવ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં રજૂ કર્યો છે. અમેરિકાના આ પગલાંને લીધે અમેરિકા અને ચીન વચ્ચે સંઘર્ષ ઉગ્ર બને તેવી સંભાવના છે. માર્ચ મહિનાના પ્રારંભે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મસૂદ અઝહરનો સમાવેશ સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધાત્મક યાદીમાં કરવાની માગને ચીને વિટો અધિકારનો ઉપયોગ કરી અટકાવી દીધી હતી.

સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધ સમિતિમાં આ વિનંતી ચીન દ્વારા અટકાવી દેવાતાં અમેરિકાને હવે મસૂદ અઝહરના મામલે સુરક્ષા પરિષદમાં જવાની ફરજ પડી છે. અમેરિકા દ્વારા રજૂ કરાયેલા ઠરાવમાં આત્મઘાતી હુમલાઓને વખોડી કાઢવામાં આવ્યાં છે. તે ઉપરાંત મસૂદ અઝહરને અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ જેવા સંગઠનોનો સમાવેશ કરાયો છે તે બ્લેક લિસ્ટમાં સમાવેશ કરવાની માગ કરાઈ છે.

આ પણ વાંચો : જેલમાં બંધ લાલુ યાદવના પુત્રની જીદ બિહારમાં કરી શકે છે ભાજપને મદદ, સીટોની વહેંચણી પર તેજસ્વી સાથે વધ્યો તણાવ કોંગ્રેસ તમામ 40 સીટો પર ઉતારી શકે છે વોટ કાપનાર ઉમેદવાર

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મસૂદ અઝહરનું નામ આ બ્લેક લિસ્ટમાં મુકાય તો તેના વિશ્વ પ્રવાસ પર પ્રતિબંધ મુકાઈ જશે. તેની તમામ પ્રકારની સંપત્તિઓ જપ્ત કરી શકાશે. અમેરિકા દ્વારા રજૂ કરાયેલા મુસદ્દા ઠરાવ પર સુરક્ષા પરિષદમાં મતદાન ક્યારે યોજાશે તે હજુ નક્કી નથી પરંતુ અમેરિકાના આ ઠરાવને પગલે અમેરિકા અને ચીન વચ્ચેનો સંઘર્ષ ઉગ્ર બનશે. ચીન વિટો વાપરે તેવી પણ પ્રબળ સંભાવના છે.

મહત્ત્વની વાત એ છે કે, ભારતમાં થયેલા પુલવામા હુમલા બાદ જે ત્રણ મહત્ત્વના દેશો અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ યુએનમાં મસૂદને આતંરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાવવા ફરી સક્રિય થયા છે. તેમણે જ ફરી એક વખત યુએનની સુરક્ષા પરિષદમાં મસૂદ મુદ્દે નવો ડ્રાફ્ટ રજૂ કરીને તેના સભ્ય 15 દેશોની સહમતી સાધવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આ પ્રસ્તાવ પસાર થશે તો મસૂદની સંપત્તી જપ્ત થશે અને તેના જાહેરમાં હરવા-ફરવા ઉપર પણ પ્રતિબંધ લાગી જશે.

ચાર વખત ચીનનો વિટો

અત્યાર સુધીમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિમાં મસૂદ અઝહર પર પ્રતિબંધ લાદવાના ચાર વાર પ્રયાસ કરાયા પરંતુ ચારેય વાર ચીને તેના વિટો અધિકારનો ઉપયોગ કરીને મસૂદ અઝહર પરના પ્રતિબંધો અમલમાં આવતાં અટકાવી દીધાં હતાં. હાલમાં જ ચીને આ પ્રકારનો વધુ એક પ્રયાસ ટેક્નિકલ હોલ્ડ દ્વારા અટકાવ્યો.

ચીન પર ભારે પડશે અમેરિકા

ચીને અમેરિકા પર સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદ વિરોધી સમિતિના અધિકારોને ઓછા આંકવાનો આરોપ લગાવ્યો હતો. ચીને કહ્યું કે અમેરિકા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકીઓની સૂચિમાં નાખવાનું દબાણ કરીને આ મુદ્દાને વધારે જટિલ બનાવી શકે છે. ચીને વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે મીડિયાને જણાયું કે વોશિંગ્ટન દ્વારા ઉઠાવવામા આવેલા કદમને કારણે મુદ્દો જટિલ બની શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:13 am, Fri, 29 March 19

Next Article