
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારત તરફથી અત્યાર સુધી કોઈ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ભયનું વાતાવરણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક તરફ, કરાચીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તે જ સમયે, ખૈબર જિલ્લાના જમરુદ વિસ્તારમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ ખૈબર જિલ્લાના જમરુદ વિસ્તારમાં 12 દિવસનું સ્માર્ટ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જોકે તેનું કારણ મંકીપોક્સનો કેસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જોકે ભારત સાથે ના તણાવ વચ્ચે પાકિસ્તાનમાં મંકીપોક્સ તે કોઈ સંયોગ નથી લાગી રહ્યો. ડેપ્યુટી કમિશનર કેપ્ટન (નિવૃત્ત) બિલાલ શાહિદ રાવ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે આ સમય દરમિયાન આ વિસ્તારમાં લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ રહેશે.
સ્થાનિક વહીવટીતંત્ર તેને સ્વાસ્થ્ય કારણોસર લેવાયેલો નિર્ણય ગણાવી રહ્યું છે, જોકે નિષ્ણાતો અને ભારતના લોકોને ખબર જ છે કે ભારત પહેલગામ હુમલાનો બદલો લેવા તત્પર છે આ વચ્ચે પાકિસ્તાન તેના સંવેદનશીલ વિસ્તારોને પહેલેથી જ એલર્ટ મોડ પર કરવાની કાર્યવાહી કરી રહ્યું છે.
લોકડાઉન દરમિયાન ફક્ત કેટલીક આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી છે. આમાં રાશનની દુકાનો, દવાની દુકાનો, જનરલ સ્ટોર્સ, તંદૂર અને કટોકટી સેવાઓનો સમાવેશ થાય છે. અન્ય તમામ દુકાનો અને પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ રહેશે. જમરુદ અને ખૈબર પોલીસના સહાયક કમિશનરને લોકડાઉનનો કડક અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે નિયમો તોડનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
પહલગામ હુમલા બાદ ભારત દ્વારા કોઈ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ વિવિધ વિસ્તારોમાં એલર્ટ પર છે. કરાચીમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે, પરંતુ ખૈબર જેવા વિસ્તારોમાં હવે વહીવટી કડકતા જોવા મળી રહી છે. એટલે કે, ભલે ભારતની કાર્યવાહી હજુ સુધી થઈ નથી, પરંતુ તેનો ભય પાકિસ્તાનની અંદર લોકડાઉનના રૂપમાં દેખાવા લાગ્યો છે.
Published On - 12:46 pm, Fri, 2 May 25