
ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત થયું છે. લખબીર સિંહ રોડે 72 વર્ષના હતા. મળતી માહિતી મુજબ રોડેનું 2 ડિસેમ્બરના રોજ હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. જોકો મીડિયા રિપોર્ટ મુજબ જાણકારી સામે આવી રહી છે કે પાકિસ્તાને રોડેના મૃત્યુના સમાચાર છુપાવ્યા હતા. સમાચાર લીક ન થાય તે માટે, તેમના અંતિમ સંસ્કાર પાકિસ્તાનમાં ગુપ્ત રીતે શીખ ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવ્યા હતા.
લખબીર સિંહ રોડે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના ઈશારે પંજાબમાં ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ અને પ્રવૃત્તિઓ કરવામાં સામેલ છે. તમને જણાવી દઈએ કે લખબીર સિંહ રોડે જરનૈલ સિંહ ભિંડરાવાલેના ભત્રીજા છે. તે પાકિસ્તાનમાંથી ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો ખાલિસ્તાન લિબરેશન ફોર્સ (KLF) અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન (ISYF)નું સંચાલન કરતો હતો.
લખબીર સિંહ રોડે પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI માટે કામ કરવાનો આરોપ હતો. રોડે આતંકવાદી ઘટનાઓમાં તેની સંડોવણી બદલ અનેક કેસ નોંધાયા હતા. અમૃતપાલ સિંહની ધરપકડ સમયે રોડે ચર્ચામાં આવ્યો હતો. રોડે જ અમૃતપાલ સિંહને તેના ગામમાં આશ્રય આપ્યો હતો. તમને જણાવી દઈએ કે NIAએ પંજાબના મોગાના રોડે ગામમાં પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી લખબીર સિંહ રોડેની લગભગ 43 કનાલ જમીન સીલ કરી હતી. NIAએ રોડે પર વર્ષ 2021માં લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટ કરવાની યોજનાનો આરોપ લગાવ્યો હતો.
લખબીર સિંહ પર કેન્દ્ર સરકારના ડોઝિયર મુજબ, “લખબીર સિંહ કથિત રીતે પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા અને રાજકીય નેતાઓને નિશાન બનાવવા માટે સરહદ પારથી હથિયારો અને વિસ્ફોટકોના કન્સાઇનમેન્ટ મોકલવામાં રોકાયેલો છે.”
લખબીર સિંહને UAPA હેઠળ આતંકવાદી તરીકેની યાદીમાં ઉમેરવામાં આવ્યો હતો. આ પછી તે પાકિસ્તાન ભાગી ગયો હતો. જોકે, બાદમાં તેણે તેના પરિવારને કેનેડા મોકલી દીધો હતો. વર્ષ 2002માં ભારતે પાકિસ્તાનને 20 આતંકવાદીઓની યાદી આપી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાન તેમને ભારતને સોંપે. જેમાં લખબીર સિંહ રોડેનું નામ પણ હતું. તાજેતરના વર્ષોમાં લખબીર સિંહ પર પંજાબમાં અનેક હુમલા કરવાનો આરોપ હતો. NIA 2021-2023 વચ્ચે આતંકવાદ સંબંધિત છ કેસમાં લખબીર સિંહની તપાસ કરી રહી છે.
Published On - 9:29 am, Tue, 5 December 23