ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ ડીપફેક વીડિયો કેસમાં 1,00,000 યુરોનું વળતર માંગ્યું

|

Mar 21, 2024 | 10:56 PM

વર્ષ 2022માં જ્યોર્જિયા મેલોનીનો વીડિયો અમેરિકન એડલ્ટ કન્ટેન્ટ વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તે સમયે જ્યોર્જિયા મેલોની ઈટાલીના વડાપ્રધાન ન હતા. આરોપીએ એડલ્ટ ફિલ્મ સ્ટારના ચહેરા પર જ્યોર્જિયાનો ચહેરો સુપરઇમ્પોઝ કર્યો હતો. એટલે કે મેલોનીનો ડીપફેક વીડિયો ફેસ મોર્ફિંગ ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યો હતો.

ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ ડીપફેક વીડિયો કેસમાં 1,00,000 યુરોનું વળતર માંગ્યું
Giorgia Meloni

Follow us on

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ડીપફેક વીડિયોના મામલામાં વળતરની માંગ કરી છે. વળતરની આ રકમ 1 લાખ યુરો એટલે કે 90 લાખ રૂપિયા હશે. આ કેસ સાર્દિનિયાની સાસારી કોર્ટમાં ટ્રાયલ હેઠળ છે. વડાપ્રધાન મેલોનીની 2 જુલાઈ, 2024ના રોજ કોર્ટમાં નિવેદન લેવામાં આવશે.

શું છે સમગ્ર મામલો ?

વર્ષ 2022માં જ્યોર્જિયા મેલોનીનો વીડિયો અમેરિકન એડલ્ટ કન્ટેન્ટ વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તે સમયે જ્યોર્જિયા મેલોની ઈટાલીના વડાપ્રધાન ન હતા. આરોપીએ એડલ્ટ ફિલ્મ સ્ટારના ચહેરા પર જ્યોર્જિયાનો ચહેરો સુપરઇમ્પોઝ કર્યો હતો. એટલે કે મેલોનીનો ડીપફેક વીડિયો ફેસ મોર્ફિંગ ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર, જે મોબાઈલનો ઉપયોગ એડલ્ટ વીડિયો અપલોડ કરવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસે તે મોબાઈલને ટ્રેસ કરીને 40 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. આશ્ચર્યની વાત એ હતી કે તેમના 73 વર્ષના પિતા પણ આ કામમાં જોડાયેલા હતા. બંનેએ સાથે મળીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને નકલી વીડિયો બનાવ્યો હતો.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

શું સજા થઈ શકે ?

મેલોનીની ટીમ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, 2022માં અપલોડ કરાયેલા આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. ઈટાલીના કાયદા અનુસાર આ એક ગુનો છે જેના માટે 6 મહિનાથી લઈને 3 વર્ષની જેલની સજા થઈ શકે છે. જો કે, જ્યારે આરોપીઓ પકડાઈ ગયા, ત્યારે ટ્રાયલ શરૂ થઈ. જ્યોર્જિયા મેલોની વતી બંને આરોપીઓ સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હવે નુકસાની તરીકે 1 લાખ યુરો એટલે કે લગભગ 90 લાખ રૂપિયાના વળતરની માંગણી કરવામાં આવી છે.

શા માટે વળતરની માંગણી ?

મેલોનીના વકીલ મારિયા જિયુલિયા મેરોન્ગીયુએ કહ્યું કે વડાપ્રધાન જે વળતરની માંગ કરી રહ્યા છે તે પ્રતીકાત્મક છે. આ વળતરનો હેતુ આવા અપરાધોનો ભોગ બનેલી મહિલાઓને સંદેશ આપવાનો છે કે તેઓ પોતાનો અવાજ ઉઠાવવામાં ગભરાશે નહીં. જો વળતર આપવામાં આવે છે, તો તે હિંસાનો ભોગ બનેલી મહિલાઓને મદદ કરવા માટે રકમ દાન કરશે.

શું છે ‘ડીપફેક’ વીડિયો ?

આજના ડીજીટલ યુગમાં એવા ઘણા લોકો છે જેઓ ઇન્ટરનેટ દ્વારા ખોટા સમાચાર અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યા છે. આવા જ નકલી વીડિયો પણ લોકોને મોકલવામાં આવે છે. આ વીડિયોને ડીપફેક્સ કહેવામાં આવે છે. આમાં અસલી અને નકલી ઓળખવી ખૂબ મુશ્કેલ છે. કારણ કે આ વીડિયો બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આને મોર્ફિંગનું અદ્યતન સ્વરૂપ ગણી શકાય. સરળ ભાષામાં, AI ટેક્નોલોજી દ્વારા, ફોટોગ્રાફ, ઓડિયો અથવા વિડિયોની નકલી નકલ બનાવવામાં આવે છે, જે એકદમ અસલી લાગે છે.

Next Article