Israel-Hamas War : ઇઝરાયેલે બોર્ડર પર ખડક્યા 9000 સૈનિકો, ભીષણ યુદ્ધના ભણકારા

|

May 15, 2021 | 12:05 AM

Israel-Hamas War : ગાઝાના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર આશરે 2 હજાર રોકેટ છોડ્યા છે, જેનાથી દેશના દક્ષિણ ક્ષેત્રમાં જનજીવન ઠપ્પ થઇ ગયું.

Israel-Hamas War : ઇઝરાયેલે બોર્ડર પર ખડક્યા 9000 સૈનિકો, ભીષણ યુદ્ધના ભણકારા
FILE PHOTO

Follow us on

Israel-Hamas War : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે હવે ભીષણ યુદ્ધ થવાના ભણકારા થઇ રહ્યા છે. ઇઝરાયલી વાયુસેનાએ હમાસના આંતરિક સુરક્ષા મથક અને શસ્ત્રભંડાર પર હુમલો કર્યો છે.સેનાની પ્રેસ સર્વિસે એક નિવેદનમાં આ માહિતી આપી છે. નિવેદન મુજબ ઇઝરાયલી વાયુસેનાના લડાકુ વિમાનોએ હુમલો કર્યો હતો. ઇઝરાઇલ અને હમાસ વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે.

ઇઝરાયેલે બોર્ડર પર 9000 સૈનિકો ખડક્યા
ઇઝરાયેલ ગાઝા સરહદે મોટી સંખ્યામાં સૈનિકો મોકલી રહ્યું છે. તેણે હમાસ શાસિત ક્ષેત્રમાં 9,000 સૈનિકોને સંભવિત જમીન હુમલો માટે તૈયાર રહેવા કહ્યું છે. આ બતાવે છે કે બંને દુશ્મનો યુદ્ધ (Israel-Hamas War) તરફ આગળ વધી રહ્યા છે. ઇજિપ્તના મધ્યસ્થીઓ યુદ્ધ વિરામના પ્રયત્નો માટે ઇઝરાઇલ પહોંચ્યા હતા પરંતુ તેમાં કોઈ પ્રગતિના સંકેત નથી. ઇઝરાયેલમાં ચોથી રાત્રે પણ સાંપ્રદાયિક હિંસા થયા બાદ આ લડાઇ તીવ્ર બની હતી. લોડ શહેરમાં યહૂદી અને આરબ જૂથોની ટક્કર થઈ.

આ લડાઈએ યહૂદી-આરબ હિંસાને જન્મ આપ્યો
Israel-Hamas War પગલે ઇઝરાયેલમાં ઘણા દાયકાઓ પછી ભયાનક યહૂદી-આરબ હિંસા થઈ. ઇઝરાયેલની ઉત્તરીય સરહદ પર ત્રીજા પક્ષની સંડોવણીની ધમકી આપીને મોડી રાત્રે લેબનોનથી રોકેટ ચલાવવામાં આવ્યા હતા.હમાસના એક વરિષ્ઠ નેતા, સાલેહ અરુરીએ શુક્રવારે લંડન સ્થિત ચેનલને કહ્યું કે તેમના જૂથે સંપૂર્ણ સંઘર્ષ વિરામ અને વાટાઘાટો માટે ત્રણ કલાકના યુદ્ધવિરામના પ્રસ્તાવને નકારી દીધા છે. તેમણે કહ્યું કે ઇજિપ્ત, કતાર અને સંયુક્ત રાષ્ટ્ર સંઘર્ષ યુદ્ધ વિરામના પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યાં છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

સેંકડો વિસ્તારોને ટાર્ગેટ કરાયા
સોમવારે યુદ્ધ શરૂ (Israel-Hamas War) થયું હતું જ્યારે હમાસે યેરૂશલેમને બચાવવાનો દાવો કરી લાંબા અંતરના રોકેટ ચલાવવાનું શરૂ કર્યું હતું. ઇઝરાયેલે બદલામાં અનેક હવાઈ હુમલા કર્યા હતા. ત્યારબાદ ઇઝરાયેલે ગાઝાના સેંકડો સેંકડો વિસ્તારોને ટાર્ગેટ કર્યા છે.  ગાઝાના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર આશરે 2 હજાર રોકેટ છોડ્યા છે, જેનાથી દેશના દક્ષિણ ક્ષેત્રમાં જનજીવન ઠપ્પ થઇ ગયું. ગાઝાના આતંકવાદીઓ દ્વારા તેલ અવિવ શહેરને નિશાન બનાવીને ઘણા રોકેટ પણ ચલાવવામાં આવ્યા હતા.

100 પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા
ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ હુમલાઓ (Israel-Hamas War) માં લગભગ 100 પેલેસ્ટાનીઓ માર્યા ગયા હતા, જેમાં 28 બાળકો અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે 621 લોકો ઘાયલ થયા છે. હમાસ અને ઇસ્લામિક જેહાદ આતંકવાદી જૂથે 20 લોકોના મોતની પુષ્ટિ કરી છે. જોકે, ઇઝરાયેલે કહ્યું કે આ સંખ્યા ઘણી વધારે છે. ઇઝરાયેલમાં છ વર્ષના બાળક સહિત સાત લોકોનાં મોત નીપજ્યાં છે.

આ પણ વાંચો : WHO એ અમીર દેશોને કરી અપીલ, બાળકોને હમણાં વેક્સિન ન લગાવો, જાણો શું આપ્યું કારણ

Next Article