Iraq : બગદાદમાં ભીડવાળી બજારમાં બે આત્મઘાતી હુમલા, 13ના મૃત્યુ

|

Jan 21, 2021 | 4:04 PM

Iraqની રાજધાની બગદાદ(Baghdad) બે આત્મઘાતી હુમલાથી ધ્રૂજી ઉઠી. આત્મઘાતી હુમલો કરનારાઓએ સેન્ટ્રલ બગદાદની એક બજારમાં વિસ્ફોટકોથી પોતાને ઉડાવી દીધા. આ બે આત્મઘાતી હુમલામાં 13 લોકોના મૃત્યુ થયા છે તેમજ 20થી વધારે લોકો ઘાયલ થયા છે.

Iraq : બગદાદમાં ભીડવાળી બજારમાં બે આત્મઘાતી હુમલા, 13ના મૃત્યુ
ઈરાકમાં આત્મઘાતી હુમલો

Follow us on

Iraqની રાજધાની બગદાદ(Baghdad) બે આત્મઘાતી હુમલાથી ધ્રૂજી ઉઠી. આત્મઘાતી હુમલો કરનારાઓએ સેન્ટ્રલ બગદાદની એક બજારમાં વિસ્ફોટકોથી પોતાને ઉડાવી દીધા. આ બે આત્મઘાતી હુમલામાં 13 લોકોના મૃત્યુ થયા છે તેમજ 20થી વધારે લોકો ઘાયલ થયા છે. આ આત્મઘાતી હુમલા ખૂબ જ દુર્લભ માનવામાં આવી રહ્યાછે, કેમકે સેનાએ 2017માં ઈરાકમાંથી ઈસ્લામિક સ્ટેટ(ISIS)ને હરાવીને ત્યાંથી ખદેડી દીધું હતું. 2017 બાદ આવા હુમલાની આ પ્રથમ ઘટના છે.

પોલીસના જણાવ્યા અનુસાર બગદાદના તયારણ ચોકમાં ભીડવાળી બજારમાં આ આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા છે. આ આત્મઘાતી હુમલામાં 13 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે તેમજ 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ આત્મઘાતી હુમલામાં મારનારાઓની સંખ્યા વધી શકે છે. હજી સુધી કોઈ આતંકી સંગઠને આ આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી નથી.

Next Article