અમેરિકા પણ મોદી સરકારના શાસનથી ખુશ, વડાપ્રધાન મોદીને સત્તામાં આવ્યા પછી ભારત સાથેના સંબંધોમાં સુધાર થયો

મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ભારત અને અમેરિકાના સંબંધો સુધરી રહ્યા છે. ત્યારે ટ્રમ્પ સરકારે લોકસભાની ચૂંટણી પછી પણ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂતી મળવાની આશા પણ વ્યક્ત કરી છે. અમેરિકાના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં મળેલી 2+2 બેઠક ઘણી મહત્વની રહી છે. અમેરિકાના અધિકારીઓએ મોદી સરકારના પાંચ વર્ષના શાસનની પ્રશંસા […]

અમેરિકા પણ મોદી સરકારના શાસનથી ખુશ, વડાપ્રધાન મોદીને સત્તામાં આવ્યા પછી ભારત સાથેના સંબંધોમાં સુધાર થયો
| Updated on: Mar 22, 2019 | 8:27 AM

મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ભારત અને અમેરિકાના સંબંધો સુધરી રહ્યા છે. ત્યારે ટ્રમ્પ સરકારે લોકસભાની ચૂંટણી પછી પણ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂતી મળવાની આશા પણ વ્યક્ત કરી છે. અમેરિકાના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં મળેલી 2+2 બેઠક ઘણી મહત્વની રહી છે.

અમેરિકાના અધિકારીઓએ મોદી સરકારના પાંચ વર્ષના શાસનની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, મોદીએ સત્તા સંભાળ્યા પછી બંને દેશોના સંબંધોમાં યોગ્ય દિશામાં સુધારો જોવા મળ્યો છે. વડાપ્રધાન મોદીએ જૂન 2017માં વ્હાઇટ હાઉસમાં પ્રવાસ કર્યો હતો. તેમજ લોકસભા ચૂંટણી પછી પણ જે સરકાર આવશે તેની સાથે પણ આ જ ઉત્સાહ સાથે કામ કરતાં રહીશું.

આ પણ વાંચો : સામ પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથે લીધું, ‘કોંગ્રેસે પાકિસ્તાન નેશનલ ડેની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે’

ટ્રમ્પ સરકારની એવી ઈચ્છા છે કે, ભારત અને અમેરિકાના સંબંધ વધુ મજબૂત કરવા માટેના પ્રયત્નો કરવા માંગે છે. દુનિયામાં ભારત ખાસ કરીને પ્રશાંત ક્ષેત્રેમાં મજબૂત અને હકારાત્મક વલણ સાથે આગળળ વધી રહ્યું છે. જેનો ફાયદો સમગ્ર લોકોને થઇ રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]