યુક્રેનમાં ફસાયેલા નાગરિકો માટે ભારત સરકારે એક પ્લાન તૈયાર કર્યો છે. તેમણે કહ્યું કે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવી રહ્યા છે. સાથે જ વૈકલ્પિક વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હોવાથી મોટા સંઘર્ષની આશંકા વચ્ચે ભારત પૂર્વ યુરોપીય દેશના તેના નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને મદદ કરવાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
તેના વિકલ્પો શું હોઈ શકે તેની ચર્ચા કરવામાં આવી છે. યુક્રેનની સરહદે આવેલા અન્ય દેશોમાં પ્રવેશ થવો જોઈએ. ભારત સરકાર અન્ય દેશો સાથે વાત કરશે કે VISA વિના, તેમને ફક્ત ભારતીય પાસપોર્ટ પર જ તે દેશોમાં આવવા દેવામાં આવે. 90 ના દાયકામાં કુવૈત કટોકટી વખતે પણ ભારતે આવું કર્યું હતું. કયા વિકલ્પો ખતમ થઈ ગયા તેની પણ ચર્ચા કરવામાં આવી છે. હાલમાં હવાઈ માર્ગ શક્ય નથી. પૂર્વમાં રશિયા, ઉત્તરમાં બેલારુસ અને દક્ષિણમાં કાળો સી હવે સંભવિત રસ્તો બની રહ્યો છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –
Published On - 2:33 pm, Thu, 24 February 22