Good News: 12 વર્ષથી નાની વયના બાળકો માટે પણ આવશે કોરોના વેક્સિન, ફાઈઝર શરુ કરશે ટ્રાયલ

|

Jun 09, 2021 | 9:11 AM

પ્રથમ તબક્કામાં 144 બાળકોમાં પેદા થનારી પ્રતિરક્ષાના આધારે, ફાઇઝરે જણાવ્યું હતું કે તે 5 થી 11 વર્ષની વયના બાળકોમાં 10 માઇક્રોગ્રામની માત્રાનું પરીક્ષણ કરશે.

Good News: 12 વર્ષથી નાની વયના બાળકો માટે પણ આવશે કોરોના વેક્સિન, ફાઈઝર શરુ કરશે ટ્રાયલ
પ્રતિકાત્મક તસ્વીર (PTI)

Follow us on

કોરોનાની બીજી લહેર સામે ભારત લડી રહ્યું છે. તેમજ વિશ્વના અનેક દેશો પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલાક દેશો બીજી લહેર જોઈ ચૂક્યા તો કેટલાક દેશો હજુ ઝઝૂમી રહ્યા છે. આ વચ્ચે ભારતમાં ત્રીજી લહેર આવવાના અહેવાલોએ સૌને ચિંતામાં મૂકી દીધા. સાથે એમ પણ કહેવામાં આવ્યું, કે ત્રીજી લહેર બાળકો માટે જોખમી સાબિત થઇ શકે છે. જેને ધ્યાનમાં રાખીને બાળકો માટેની વેક્સિનના ટ્રાયલ શરુ થઇ ગયા છે. પરંતુ આ વેક્સિન 12 વર્ષથી વધુ લોકો માટે હશે એવું કહેવાયું છે.

ત્યારે કોરોનાની વેક્સિન ઉત્પાદક કંપની ફાઇઝર 12 વર્ષથી ઓછી વયના બાળકો પર રસીનું મોટા પાયે ટ્રાયલ શરૂ કરવા માટે તૈયાર છે. ફાઈઝર ઇંક. કંપનીએ મંગળવારે જણાવ્યું હતું કે તે 12 વર્ષથી ઓછી વયના બાળકો માટે રસીની ટ્રાયલ શરૂ કરવા જઈ રહ્યું છે. તે ટ્રાયલના પહેલા તબક્કામાં શોટની ઓછી માત્રા લેવાનું પસંદ કર્યા પછી, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મોટા જૂથમાં તેની કોરોના રસીનું પરીક્ષણ શરૂ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાઇઝરે આ ટ્રાયલ માટે 4500 થી વધુ બાળકોની પસંદગી કરી છે. આ બાળકો અમેરિકા, ફિનલેન્ડ, પોલેન્ડ અને સ્પેનનાં હશે.

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર પ્રથમ તબક્કામાં 144 બાળકોમાં પેદા થનારી પ્રતિરક્ષાના આધારે, ફાઇઝરે જણાવ્યું હતું કે તે 5 થી 11 વર્ષની વયના બાળકોમાં 10 માઇક્રોગ્રામની માત્રાનું પરીક્ષણ કરશે. તે જ સમયે 6 મહિનાથી 5 વર્ષની ઉંમરના બાળકો માટે 3 માઇક્રોગ્રામની માત્રાની તપાસ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પુખ્ત વયના લોકો માટે બનાવવામાં આવતી રસીની માત્રા 30 માઇક્રોગ્રામ હોય છે.

પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો

ફાઈઝરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર સુધીમાં કંપની 5 થી 11 વર્ષની વયના બાળકો માટે પરીક્ષણ ડેટા મેળવવાની અપેક્ષા રાખે છે. એટલું જ નહીં, મહિનાના અંત સુધીમાં તેના કટોકટી ઉપયોગ માટે મંજૂરી માટે નિયમનકારોને અરજીઓ પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 2 થી 5 વર્ષની વયના બાળકો માટેનો ડેટા પણ તે પછી ટૂંક સમયમાં આવી શકે છે. ફાઇઝર અપેક્ષા રાખે છે કે 6 મહિનાથી 2 વર્ષ સુધીની વય જૂથનો ડેટા ઓક્ટોબર અથવા નવેમ્બરમાં કોઈક સમયે ઉપલબ્ધ થાય.

યુ.એસ. અને યુરોપિયન યુનિયનમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોના ઉપયોગ માટે ફાઇઝરની Covid રસીને પહેલાથી જ મંજૂરી આપવામાં આવી છે. જો કે, આ મંજૂરી ફક્ત કટોકટીના ઉપયોગ માટે આપવામાં આવી છે. ફાઈઝરએ તેના જર્મન ભાગીદાર બાયોનેટિકેના સહયોગથી કોરોનાની આ રસી બનાવી છે. આ કંપનીની રસીને સૌ પ્રથમ વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. યુ.એસ. માં લગભગ 70 લાખ બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

Next Article